- સલમાન ખાન માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે
- જોધપુર ગ્રામીણના સીજેએમ અંકિત રમને સલમાન ખાનને રાહત આપી હતી
- સલમાન ખાને સીજેએમ ગ્રામીણ કોર્ટમાં બે સોગંદનામાં રજૂ કર્યાં હતાં
જોધપુરઃ ગેરકાયદે રીતે હથિયાર અને કાળિયાર શિકાર મામલામાં ટ્રાયલ દરમિયાન સલમાન ખાન પર ખોટું સોગંદનામું રજૂ કરવાનો આક્ષેપ લાગ્યો હતો. સીજેએમ ગ્રામીણ કોર્ટમાં બે પ્રાર્થનાપત્ર રજૂ કર્યા હતા. તત્કાલીન સીજેએમ જોધપુર ગ્રામીણ અંકિત રમન દ્વારા 17 જૂન 2019માં બરતરફ કરતા સલમાનને રાહત આપવામાં આવી હતી, જેના વિરોધમાં અભિયોજન પક્ષ તરફથી જિલ્લા અને સત્ર ન્યાયાધીશ જોધપુર જિલ્લા રાઘવેન્દ્ર કાછવાલની કોર્ટમાં બંને મામલામાં અપીલ રજૂ કરવામાં આવી હતી.
સલમાનની ઈચ્છા ખોટું બોલવાનું ન હતીઃ સલમાનના વકીલ
સરકાર તરફથી સરકારી વકીલ લાદારામ વિશ્નોઈએ 6 ફેબ્રુઆરીએ દલીલ પૂર્ણ કરી હતી. જ્યારે 9 ફેબ્રુઆરીએ સલમાનના વકીલ હસ્તીમલ સારશ્વતે દલીલ પૂર્ણ કર્યા બાદ ન્યાયિક દ્રષ્ટાંત રજૂ કર્યો હતો. તેમણે કોર્ટમાં જણાવ્યું હતું કે, સલમાન ખાનની એવી કોઈ ઈચ્છા નહતી કે તેઓ જાણી જોઈને જૂઠ્ઠું બોલે.
સલમાને ઘરે લાઈસન્સ શોધ્યું પણ મળ્યું ન હતુંઃ સલમાનના વકીલ
ઘરે શોધ્યું પણ લાઈસન્સ નહતું મળ્યું. એટલે ગુમ થયાનું સોગંદનામું પણ રજૂ કર્યું હતું. આ એટલો મોટો ગુનો નથી. કારણ કે, આનાથી રાજ્ય સરકારને કોઈ નુકસાન પણ નથી થયું. આ એક માનવીય ભૂલ છે. તેવામાં ગૌણ કોર્ટે પણ બંને સોગંદનામું રદ કરી નાખ્યું હતું.