હાલ દબંગ ખાન સલમાન ફિલ્મને લઈ ચર્ચામા છે. ગણતરીના સમયમાં દબંગ-3 ફિલ્મ રીલિઝ થવાની છે. જેમાં તે ફરી એકવાર ચુલબુલ પાંડેના પાત્રથી લોકોને દંગ કરી દેશે.
આ ફિલ્મ ગીત 'યૂ કરકે ગયા'માં સલમાન પોતાનો અવાજ આપવાનો છે. જેનું ઑડિયો વર્ઝન રિલીઝ થઈ ચૂક્યું છે. આ પહેલા સલમાને 1999માં ફિલ્મ 'હેલો બ્રધર'માં ગીત ગાયું હતું. ત્યારથી અત્યાર સુધી સલમાને ફિલ્મ 'કિક' અને 'હીરો'ના ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે.
બોલીવુડના ભાઈજાને પોતાના જૂના ગીતને શેયર કરતાં લખ્યું હતું છે કે, દબંગ-3નું નવું ગીત સાંભળો અમારી એટલે કે, ચુલબુલ પાંડેની અવાજમાં # 'યૂં કરેક ગીત'....
આ ગીતમાં સલમાન સાથે સિંગર પાયલ દેવે સાથ આપ્યો છે. ગીતનું મ્યુઝિક કમ્પોઝ સાજિદ-વાજિદની જોડીએ કર્યુ છે. જેમણે સલમાનની ઘણી ફિલ્મોમાં હીટ મ્યુઝિક આપ્યું છે.
આ ફિલ્મ પ્રભુદેવાએ ડાયરેક્ટ કરી છે. જેમાં સોનાક્ષી સિન્હા, માન ખાન અને સઈ માંજરેકર છે.