મુંબઇ: કોરોના વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દિવસેને દિવસે વાઈરસના કેસો નવા રેકોર્ડ બનાવી રહ્યાં છે. સામાન્ય લોકોથી લઈને હસ્તીઓ સુધીના પણ કોરોનાથી સંક્રમિત થયા છે. મશહુર સિંગર એસ.પી. સુબ્રમણ્યમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમના ફ્રેન્સ માટે ખુશીના સમાચાર છે. આ વાતની જાણકારી તેમના પુત્ર એસ.પી. ચરણે આપી હતી.
તેમણે કહ્યું કે, મારા પિતાનો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલમાં તેમની હાલત સ્થિર છે. એસ.પી. ચરણે કહ્યું કે, મારા પિતાના સારા સ્વસ્થ માટે પ્રાર્થના કરવા બદલ સૌનો આભાર, અમે તમને સતત તેમના સ્વાસ્થ અંગે જાણકારી આપતા રહીશું.
તમને જણાવી દઈએ કે, એસ.પી. બાલાસુબ્રમણ્યમ ચેન્નઈની એમજીએમ હેલ્થકેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સારવાર હેઠળ હતા. 5 ઓગ્સ્ટના રોજ સિંગર એસ.પી. બાલાસુબ્રમણ્યમનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તેમને એમજીએમ હેલ્થકેરમાં તેમની સારવાર ચાલી રહી છે.