- 'RRR'નું નવું પોસ્ટર રિલીઝ થયું
- ફિલ્મમાં રામચરણ અને જુનિયર NTR એકસાથે દેખાશે
- આગામી દશેરાએ થશે રિલીઝ
મુંબઇ: ઉગાદીના તહેવાર નિમિત્તે 'RRR'ના નિર્માતાઓએ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. મંગળવારે, ચાહકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા ફિલ્મના કલાકારોએ સોશિયલ મીડિયામાં આ પોસ્ટર શેર કર્યું હતું.
પોસ્ટરમાં રામચરણ અને જુનિયર NTR કરી રહ્યા છે ઉજવણી
આ પોસ્ટરમાં અભિનેતા રામચરણ અને જુનિયર NTR લોકોના ટોળા વચ્ચે ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. પોસ્ટરને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતા રામે લખ્યું, "નવું વર્ષ દરેક માટે આનંદિત અને સમૃદ્ધિ આપનારૂ રહે." તો જુનિયર NTR પણ પોસ્ટર શેર કરતા લખ્યું, "આવનારૂં વર્ષ તમે અને તમારા પરિવાર માટે સુંદર રહે."
અભિનેતા અજય દેવગણે પણ પાઠવી શુભેચ્છાઓ
અભિનેતા અજય દેવગણ પણ આ ફિલ્મનો ભાગ છે. તેણે પોસ્ટર શેર કરીને લખ્યું હતું, "જે લોકો ગુડીપાડવો, બૈસાખી અને ઉગાદી ઉજવી રહ્યા છે તે બધાને મારી શુભકામનાઓ."
આ ફિલ્મ દુનિયાભરમાં આગામી દશેરા એટલે કે 13 ઓક્ટોબરે રિલીઝ થશે. તેને તેલુગુ, તમિલ, હિન્દી, મલયાલમ, કન્નડ અને ઘણી અન્ય ભારતીય ભાષાઓમાં રજૂ કરવામાં આવશે.