ETV Bharat / sitara

RRR Film: આલિયા ભટ્ટે પોતાની બર્થડે પર શેર કર્યો સીતા તરીકેનો ફર્સ્ટ લુક - એસ.એસ.રાજામૌલી

આલિયા ભટ્ટ ફિલ્મ 'RRR'માં સીતાની ભૂમિકામાં જોવા મળશે. રવિવારે આલિયાએ આ ફિલ્મમાં પોતાનો લુક શેર કર્યો છે. જેમાં તે ભગવાન રામની સામે બેસેલી જોવા મળી રહી છે.

RRR Film
આલિયા ભટ્ટે પોતાની બર્થડે પર શેર કર્યો સીતા તરીકેનો ફર્સ્ટ લુક
author img

By

Published : Mar 15, 2021, 4:34 PM IST

Updated : Mar 15, 2021, 5:37 PM IST

  • અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાના જન્મદિવસે શેર કર્યો ફર્સ્ટ લુક
  • ફિલ્મ 'RRR'માં સીતા તરીકે કરી રહી છે ભૂમિકા
  • એસ.એસ.રાજામૌલી કરી રહ્યા છે ફિલ્મનું દિગ્દર્શન

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટનો 15 માર્ચના રોજ જન્મદિવસ છે. જે નિમિત્તે અભિનેત્રીએ તેના ચાહકોને એક ખાસ સરપ્રાઈઝ આપી હતી. આલિયાએ આવનારી ફિલ્મ 'RRR'માં સીતા તરીકે પોતાની ભૂમિકાનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. આલિયાના લુક વિશે વાત કરવામાં આવે તો તે સિમ્પલ લુકમાં જોવા મળી રહી છે. જેમાં તે લીલા રંગની સાડી પહેરેલી જોવા મળે છે. સીતાના આ અવતારમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી છે.

આલિયાની આ પ્રથમ તેલુગુ ફિલ્મઆલિયા એસ.એસ.રાજામૌલીની ફિલ્મ 'RRR'થી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરી રહી છે. ચાહકો આ ફિલ્મ અંગે ખૂબ ઉત્સાહિત છે. આ પીરિયડ ડ્રામા ફિલ્મમાં અજય દેવગણ, આલિયા ભટ્ટ, રામ ચરણ અને એનટીઆર જુનિયર સહિતના કલાકારો છે. ફિલ્મનું નિર્દેશન એસ.એસ.રાજામૌલીએ કર્યું છે. આ ફિલ્મ 13 ઓક્ટોબર 2021ના ​​રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ 10 ભાષાઓમાં રિલીઝ થશે.આ વર્ષે 3 ફિલ્મોમાં જોવા મળશે આલિયાઆલિયા ભટ્ટના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે 'RRR' ઉપરાંત રણબીર કપૂરની સાથે બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. આ સિવાય આલિયા ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં જોવા મળશે. જેનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. જે ચાહકોને ખૂબ ગમ્યું છે.

Last Updated : Mar 15, 2021, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.