મુંબઈ: ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીનું કહેવું છે કે, તેમણે ક્યારે વિચાર્યું પણ ન હતું કે, તેની બ્લોકબસ્ટર સુપર કોપ ફ્રેંચાઇઝી સિંઘમને બાળ આવૃત્તિમાં લાવવામાં આવશે. ફિલ્મ નિર્માતાએ લીટલ સિંઘમ નામની એક એનિમેટેડ સિરીઝ સાથે સિંઘમ યુનિવર્સનો વિસ્તાર કર્યો છે. જે બાળકોને ખુબ પસંદ આવી રહી છે.
રોહિતે કહ્યું જ્યારે મેં ‘સિંઘમ’ એનિમેટેડ સિરીઝ બનાવી હતી, ત્યારે મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે, કીડ વર્ઝનમાં પણ તેને લઈ આવીશ. રોહિતે જણાવ્યું કે, એક અદ્ભુત સીરિઝ સફળતાપૂર્વક વિકસિત કરવા માટે સ્ટાફનો આભાર માનું છું.
ભારતમાં એનિમેટેડ શો ડિસ્કવરી કિડ્સ પર પ્રસારિત થશે. ચેનલ 15 ઓગસ્ટના રોજ લીટલ સિંઘમની જન્મદિવસની પાર્ટી મનાવશે.