મુંબઇ: અભિનેતા રિતેશ દેશમુખે સોમવારે સંજય દત્તની ફિલ્મ સાજનનું આઇકોનિક ગીતનો પત્ની અને અભિનેત્રી જેનલિયા સાથે એક વીડિયો બનાવ્યો હતો.
વીડિયોમાં સ્ટાર દંપતી પ્રખ્યાત રોમેન્ટિક ગીત 'મેરા દિલ ભી કિતના પાગલ હૈ'ના રિપ્રાઇઝ્ડ વર્ઝનમાં એક્ટિંગ કરીને 'લવ ઇન લૉકડાઉન' સાબિત કરતા જોવા મળ્યા હતા.
- View this post on Instagram
Love in Lockdown @geneliad ..... favourite song from Saajan.... @madhuridixitnene @duttsanjay
">
'હાઉસફુલ' એક્ટરે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. વીડિયોના શૂટિંગ દરમિયાન બંને અભિનેતા તેમની બાલ્કનીમાં બેઠા જોવા મળ્યા હતા.
રિતેશ અને જેનીલિયાની સ્ટાર જોડી હાલમાં લોકડાઉન વચ્ચે સેલ્ફ આઇસોલેશનમાં છે.