ETV Bharat / sitara

રિતેશ દેશમુખે પિતા સ્વ. વિલાસરાવ દેશમુખની જયંતિ પર ભાવુક વીડિયો કર્યો શેર

રિતેશ દેશમુખે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને તમે પણ ભાવુક થઈ જશો. ખરેખર અભિનેતાએ વીડિયો દ્વારા તેના પિતા સ્વ. શ્રી વિલાસરાવ દેશમુખની જન્મજયંતિ પર તેમણે યાદ કર્યા હતા. આ વીડિયો જોઇને રિતેશના ચાહકો પણ ભાવુક થઈ ગયા હતાં.

author img

By

Published : May 26, 2020, 10:58 PM IST

રિતેશ દેશમુખે સ્વ. વિલાસરાવ દેશમુખના જન્મજયંતિ પર ભાવુક વીડિયો કર્યો શેર

મુંબઇ: ચાલુ લોકડાઉન દરમિયાન રિતેશ દેશમુખે સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ખૂબ સક્રિય રહે છે. તે રોજ નવા ફોટા અને વીડિયો અપલોટ કરતો હોય છે. આજે પણ રિતેશે તેના ચાહકો માટે એક ટિક ટોક વીડિયો પોસ્ટ કર્યો છે, જે તમને ભાવનાત્મક બનાવશે. મંગળવારે, રિતેશે આ વીડિયો દ્વારા તેમના દિવંગત પિતાને યાદ કર્યા હતાં.

અભિનેતાના પિતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. શ્રી વિલાસરાવ દેશમુખની 75મી જન્મજયંતિ છે. આ વિશેષ પ્રસંગે તેમને યાદ કરતા રિતેશે વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે ખૂબ જ ભાવુક હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, તે તેના પિતાને ખૂબ જ યાદ કરી રહ્યો છે અને તે પિતાના ડ્રેસને વળગીને ભાવુક થઈ ગયો. આ શેર કરેલા વીડિયોમાં સ્વ. વિલાસરાવ દેશમુખનો ડ્રેસને લઇ રીતેશ પિતાને યાદ કરે છે. વીડિયોમાં સ્વ. વિલાસરાવની તસવીર મૂકી છે અને તેના પર લખ્યું છે, 'હેપ્પી બર્થડે પાપા.' ફિલ્મ 'અગ્નિપથ'નું ગીત 'અભી મુઝ મેં કહી..' પણ વીડિયોમાં ચાલી રહ્યું છે.

વીડિયોની સાથે રિતેશે કેપ્શનમાં લખ્યું કે, 'હેપ્પી બર્થડે પાપા, હું તમને રોજ યાદ કરું છું.' સ્વ. વિલાસરાવ દેશમુખની 75મી જન્મજયંતિ નિમિત્તે અનેક હસ્તીઓએ તેમને યાદ કર્યા હતાં. વીડિયો સિવાય રિતેશે તેના સોશિયલ મીડિયા હેન્ડલની પ્રોફાઇલ પિક્ચર પણ બદલી હતી, જેમાં વિલાસરાવ દેશમુખનનો ફોટો રાખવામાં આવ્યો હતો.

  • Prayers & tributes to the two time frm CM, Maharashtra, & frm Union Cabinet minister, our very dear friend, late & great #VilasraoDeshmukh on his birth anniversary. He was a true son of the soil & an able administrator, having held several portfolios effectively.

    — Shatrughan Sinha (@ShatruganSinha) May 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ સાથે અભિનેતા શત્રુઘ્ન સિંહાએ પણ એક ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું કે, "બે વખત મુખ્યપ્રધાન, મહારાષ્ટ્રના કેન્દ્રીય પ્રધાન, આપણા ખૂબ જ પ્રિય મિત્ર, દિવંગત અને મહાન વિલાસરાવને તેમની જન્મજયંતિ પર પ્રાર્થના અને શ્રદ્ધાંજલિ. તેઓ એક સક્ષમ વહીવટકર્તા હતાં. તમને જણાવી દઇએ કે, વર્ષ 1945માં 26 મે ના રોજ વિલાસરાવ દેશમુખનો જન્મ મહારાષ્ટ્રના બાભલગામમાં થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.