નવી દિલ્હી: પ્રખ્યાત ગીતકાર પ્રસૂન જોશી જ્યારે બીમારીની સારવાર દરમિયાન અભિનેતા ઈરફાન ખાન સાથે સતત સંપર્કમાં હતા. પ્રશુન જોશીએ જણાવ્યું છે કે, ઈરફાનની આ બિમારી સામે બહાદુરી પૂર્વક લડ્યો હતો.
2018માં ન્યુરોએંડ્રોક્રાઇન ટ્યુમર હોવાનું નિદાન કરનારા ઈરફાનનું ગત સપ્તાહે 54 વર્ષની વયે અવસાન થયું હતું. તેઓને કોલોન ઈન્ફેક્શનથી મુંબઈની કોકિલાબેન ધીરૂભાઇ અંબાણીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
પ્રશુન જોશીએ જણાવ્યું કે, હું ઈરફાન સાથે સતત સંપર્કમાં રહ્યો હતો. આ મુશ્કેલીઓ દરમિયાન હું તેની સાથે વધુ વાત કરતો હતો. તેમની સારવાર ખરેખર પીડાદાયક હતી. ઈરફાન છેલ્લા શ્વાસ સુધી લડ્યા હતા. જે બાબત ખૂબ પ્રેરણાદાયક છે.
પ્રશુન જોશીએ પીઢ અભિનેતા ઋષિ કપૂરના નિધન પર પણ વાત કરી હતી. લ્યુકેમિયાની બિમારીને કારણે 30 એપ્રિલના રોજ ઋષિ કપૂરનું નિધન થયું હતું.
ઋષિ કપૂર વિશે વાત કરતા પ્રશુન જોશીએ જણાવ્યું કે, હું તેમને લાંબા સમયથી જાણતો હતો. તેમને એક ખુશમિજાજ વ્યક્તિ હતા. મને દુ:ખ છે કે, કોવિડ-19ના કારણે હું તેમની અંતિમ વિધિમાં જોડાઈ શક્યો નહીંં. આ બંને અભિનેતા યુવાનો જેવા જોશ ધરાવતા હતા.
પ્રશુન જોશીએ ઓસ્કર અને ગ્રેમી વિજેતા ભારતીય સંગીતકાર એ.આર. રહેમાન સાથે મળીને સંગીતમય શ્રધ્ધાંજલિ આપવા માટે ગીત હમ હર નહીં મંગેંગે નામનું ગીત બનાવ્યું હતું.