મુંબઇઃ દુનિયાભરમાં પોતાના ચાહકો અને પ્રશંસકોની આંખોની ભીની કરીને ફિલ્મ જગતના શાનદાર કલાકાર ઋષિ કપૂર હવે આપણી વચ્ચે રહ્યા નથી, પરંતુ દિલમાં ઉતરી જનારી તેમની એક્ટિંગ અને તેના રૉમેન્ટિક ગીતો હંમેશા આપણી વચ્ચે રહેશે. ઇટીવી ભારતની સાથે આવો એક નજર કરીએ તેના રૉમેન્ટિક ગીતો પર...
'હમ તુમ એક કમરે મેં બંધ હો ઔર ચાબી ખો જાયે' ઋષિજીની ફિલ્મ 'બૉબી'નું આ ગીત જ્યારે પણ કાનમાં પડે છે, ત્યારે તેનો શરારતી મિજાજ અને રૉમેન્ટિક અંદાજ આપણી સામે આવી જાય છે. એક અભિનેતા તરીકે બૉબી ઋષિની પહેલી ફિલ્મ હતી. પરંતુ આ ગીતને જોઇને એ અંદાજ લગાડવો ખૂબ જ મુશ્કેલ છે. ફિલ્મ વર્ષ 1973માં રિલીઝ થઇ હતી. જેમાં ઋષિ કપૂરની સાથે ડિમ્પલ કાપડિયા જોવા મળી હતી. આ ફિલ્મ માટે ઋષિને ફિલ્મ ફેર બેસ્ટ એક્ટર ઍવોર્ડ પણ મળ્યો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'અમર અકબર એન્થની'નું ગીત 'પરદા હૈ પરદા' ખૂબ જ શાનદાર અને બધાને ખૂબ જ પસંદ પડ્યું હતું. રફી સાહેબની અવાજથી સજેલા આ ગીતમાં ઋષિ કપૂરની અદાકારાથી તમામ ઘાયલ થયા હતા. સ્ટેજ પર બેસીને જબરદસ્ત અંદાજમાં કવ્વાલી ગાતા ઋષિ કપૂરે સૌના મનમાં જાદુ કર્યો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
વર્ષ 1979માં આવેલી ઋષિ કપૂરની ફિલ્મ 'સરગમ'નું ગીત 'ડફલી વાલે' ખૂબ જ ફેમસ થયું હતું. આ ગીતમાં એક્ટર ડફલી વગાડતા જોવા મળ્યા હતા અને અભિનેત્રી જયા પ્રદા થિરકતી જોવા મળી હતી. આ ગીત વર્ષ 1980માં બિનાકા ગીતમાલાના વાર્ષિક લિસ્ટમાં નંબર 1 પર રહ્યું હતું અને આવતા 25 અઠવાડિયા સુધી તે પહેલા નંબર પર કાયમ રહ્યું હતું.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
વર્ષ 1989માં ફિલ્મ 'ચાંદની' જેમાં ઋષિ કપૂરના ઓપોઝિટમાં શ્રીદેવી હતા. આ ફિલ્મના બધા જ ગીતને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા. તેનું જ એક ગીત મિતવા (તેરે મેરે હોઠો પે)એ દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી હતી. આ ગીતમાં ઋષિ કપૂર અને શ્રીદેવની રૉમેન્ટિક કેમેસ્ટ્રીએ બધાનું દિલ જીત્યું હતું. આ ગીતના પહેલા ગીતને ઋષિ કપૂરના દિકરા રણબીરે પોતાની ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કેલ'માં રિક્રિએટ પણ કર્યું છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'તેરી ઉમ્મીદ તેરા ઇંતેઝાર કરતે હૈ' વર્ષ 1992ની ફિલ્મ 'દીવાના'નું આ ગીત ખૂબ જ પસંદ આવ્યું હતું. આ ફિલ્મમાં ઋષિ કપૂર, દિવ્યા ભારતી અને શાહરુખ ખાન મુખ્ય પાત્રમાં જોવા મળ્યા હતા. આ ગીતમાં ઋષિ કપૂરનો રૉમેન્ટિક અંદાજે તેના ચાહકોનું દિલ જીતી લીધું હતું.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
પહેલી ફિલ્મ 'બૉબી' બાદ ઋષિ અને ડિમ્પલની જોડીએ ફરી એકવાર ધુમ મચાવી હતી. ફિલ્મનું નામ હતું 'સાગર'. આ ફિલ્મના ગીત 'સાગર કિનારે'ને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. લતા મંગેશકર અને કિશોર કુમારના અવાજમાં ગવાયેલું આ ગીતમાં ઋષિ કપૂર અને ડિમ્પલનો રૉમેન્ટિક અંદાજ જોવા મળે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
વર્ષ 1996ની ફિલ્મ 'પ્રેમ ગંથ'માં ઋષિ કપૂરની જોડી માધુરી સાથે જામી હતી. આ ફિલ્મનું ગીત 'દિલ દેને કી રૂત આઇ' ખૂબજ ફેમસ થયું હતું. અલ્કા યાજ્ઞિક અને વિનોદ રાઠોડે આ ગીતમાં પોતાનો અવાજ આપ્યો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આજે જ્યારે ઋષિ કપૂર આપણી વચ્ચે રહ્યા નથી, પરંતુ તેના સદાબહાર પાત્રો દ્વારા અભિનેતા હંમેશા દર્શકોની યાદોમાં જીવંત રહેશે...