દેહરાદૂન: સદાબહાર અભિનેતા ઋષિ કપૂરનું આજે અવસાન થયું છે. તેમનું અવસાન થતાં તેમના બાળપણના મિત્ર દીપક નાગલ્યાના પરિવારજનો શોકમાં છે. ઋષિ કપૂરના અવસાન પર તેમના મિત્રએ બાળપણની વાતોને યાદ કરતાં કહ્યું કે, કપૂર પરિવારનો દહેરાદૂન સાથે જૂનો સંબંધ છે.
ફિલ્મ અભિનેતા ઋષિ કપૂર અને તેના સંપૂર્ણ કપૂર પરિવારનો ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન સાથે ખૂબ જ જૂનો સંબંધ છે. દહેરાદૂનના રહેવાસી અને ઉદ્યોગપતિ દિપક નાગલ્યાનો પરિવાર દૂનનો એક એવો પરિવાર છે, જેનો વર્ષોથી કપૂર પરિવાર સાથે સંબંધ છે. પછી ભલે તે ફિલ્મના પ્રખ્યાત કલાકારો રાજ કપૂર અને રણધીર કપૂર હોય અથવા ખુદ ઋષિ કપૂર અને તેમના પુત્ર રણબીર કપૂર. આ બધા લોકો અનેક વાર નાગલિયા સાહિબની દૂનમાં આવેલા છે.
ETV ભારતે ઋષિ કપૂરના મિત્ર દિપક નાગાલીયા સાથે ફિલ્મ અભિનેતા ઋષિ કપૂર અને કપૂર પરિવાર સાથે જોડાયેલી યાદો વિશે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, તે ઋષિ કપૂરને સ્કૂલના દિવસોથી જાણે છે. તેમના શાળાના દિવસો દરમિયાન, ઋષિ કપૂર 1 વર્ષથી દહેરાદૂનની એક પ્રખ્યાત શાળામાં અભ્યાસ કરવા માટે આવ્યાં હતાં.