મુંબઈ: અભિનેત્રી રિચા ચઢ્ઢાએ પોતાના ટ્વિટર એકાઉન્ટની સેટિંગ્સને પ્રાઈવેટ કર્યું છે. આ નિર્ણય પાછળ અભિનેત્રીએ પોતાનો ખુલાસો આપ્યો છે. રિચાએ શનિવારે તેના વેરિફાઇડ ટ્વિટર એકાઉન્ટ રિચા ચઢ્ઢા પર ખુલાસો કર્યો કે તેણે તેનું એકાઉન્ટ પ્રાવઇટ કેમ કર્યુ. તેણીએ આવું કર્યું કારણ કે તે માઇન્ડલેસ સ્ક્રોલિંગ પર ઓછો સમય વિતાવવા માંગે છે.
તેણે પોસ્ટ કર્યું, કે "હું મારું એકાઉન્ટ પ્રાઇવેટ કરવા જઇ રહી છું. એટલે નહીં કે આ પ્લેટફોર્મ ટોક્સિક છે (હવે દુનિયા પણ ટોક્સિક છે પછી હવે શું કરવું). હું અહીં મદદ કરવા, ટેકો આપવા, પ્રોત્સાહિત કરવા, ફક્ત મજાક સમજવા માટે છું. પરંતુ મારી પાસે સમયમર્યાદા છે અને આ માંઇડલેસ સ્ક્રોલિંગમાં ઘણો સમય લાગે છે. "
અભિનેત્રીએ તેના મોબાઈલ ફોનથી એક સ્ક્રીનશોટ શેર કર્યો હતો, જે બતાવે છે કે હાલમાં તેનો દૈનિક સોશિયલ મીડિયાનો સમય 4 કલાક 14 મિનિટનો છે. તેમનું સાપ્તાહિક કુલ 29 કલાક અને 40 મિનિટ છે, જેમાંથી 19 કલાક અને 49 મિનિટ સોશિયલ નેટવર્કિંગ પર અને 9 કલાક ફક્ત ટ્વિટર પર વિતાવ્યા આવ્યો છે.
તે જ સમયે, એક યૂઝરે આ પોસ્ટ પર કોમેન્ટ કરી, "સુખ અને સમૃદ્ધિનો શ્રેષ્ઠ મંત્ર એ છે કે તમારા બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને ડિલીટ કરવું."