મુંબઇ: બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે અચાનક જ આ દુનિયાથી વિદાય લઇ ચાલ્ચા ગયા છે, ત્યારે દેશના દરેક નાગરિકને આઘાત લાગ્યો છે. તેમના ચાહકોના મનમાં તેના મૃત્યુને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તે જાણવા માંગે છે કે, સુશાંતસિંહે આ કેમ કર્યું. અભિનેતાની ગયા પછી તેના જીવન સાથે જોડાયેલી અનેક સત્યતા બહાર આવી રહી છે. તેમા તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને લઇને એક મોટી ઘટના સામે આવી છે.
રિયા ચક્રવર્તીના દલાલે ખુલાસો કર્યો છે કે, સુશાંત અને રિયા એક સાથે રહેવા માટે ઘર શોધી રહ્યા હતા અને ટૂંક સમયમાં જ લગ્ન કરવાના હતા.
એક મનોરંજન પોર્ટલ સાથે વાત કરતાં એક પ્રોપર્ટીના વેપારીએ જણાવ્યુ હતુ, 'બંને એક સાથે ઘર શોધી રહ્યા હતા મને આ સિવાય બીજી કંઈ જાણકારી નથી. જ્યારે તેની પાસેથી ભાડા વિશે પૂછવામાં આવ્યું ત્યારે દલાલે કહ્યું, 'ના, ભાડા વિશે કોઈ ઈશ્યૂ ન હતો. તેની મોડી રાતની પાર્ટી સમસ્યા હતી. સુશાંત જ્યાં રહેતો હતો તે પહેલાં પણ સોસાયટીના લોકોઓએ મોડી રાતની પાર્ટીઓ અંગે ફરિયાદ કરી હતી.’
આખરે દલાલે કહ્યું, "રિયાએ મને જણાવ્યું હતું કે, હું બાંદ્રામાં ઘર શોધી રહ્યી છું અને સુશાંત સાથે રહીશ અને ટૂંક સમયમાં જ અમે લગ્ન કરવાના છીએ."
મૃત્યુ પછી જ તેના પિતરાઇ ભાઇએ રવિવારે મીડિયા સમક્ષ ખુલાસો કર્યો કે, આ નવેમ્બરમાં સુશાંતના લગ્ન થવાના હતા. જેની તૈયારીઓ ચાલી રહી હતી.