ETV Bharat / sitara

‘કૌન તુજે યૂં પ્યાર કરે...’, રિયાએ સુશાંત સાથેની થ્રૉબેક તસ્વીર શેર કરી ઇમોશનલ પોસ્ટ લખી - બૉલીવુડ ન્યૂઝ

સુશાંતસિંહ રાજપૂતના નિધનને આજે મંગળવારે એક મહિનો વીતી ગયો છે. પરંતુ આજે પણ તેના જવાની વાત પર વિશ્વાસ નથી, એવામાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતિએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુશાંત સાથેની જૂની તસ્વીરો શેર કરી ઇમોશનલ પોસ્ટ લખી છે.

rhea chakrabortys tribute to sushant
સુશાંતસિંહ રાજપૂત
author img

By

Published : Jul 14, 2020, 3:24 PM IST

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના નિધનને એક મહિનો વીતી ચૂક્યો છે. પરંતુ આજે પણ તેમના ચાહકો તેમને દરેક પળમાં યાદ કરી રહ્યા છે.

આ વચ્ચે સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તિએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુશાંત સાથેની જૂની તસવીર શેક કરી ઇમોશનલ પોસ્ટ લખી છે.

તસ્વીર સાથે રિયાએ કેપ્શનમાં લખ્યું કે, ‘અત્યાર સુધી પોતાની ભાવનાઓનો સામનો કરવા ડરું છું... મારા દિલમાં એકલતા છે. એક તું હતો કે જેના લીધે મને પ્રેમ અને તેની તાકાતનો અહેસાસ થયો હતો. તે મને જણાવ્યું હતું કે, મેથ્સના એક સુત્રથી જિંદગીનો મતલબ સમજી શકાય છે અને હું તને વચન આપું છું કે, મેં તારી પાસેથી દરેક દિવસ જીવતા શીખી છું, હું એ વાત માનવા પણ તૈયાર નથી કે તું હવે અહીંયા નથી.’

રિયાએ વધુમાં લખ્યું કે, ‘મને ખબર છે કે, હવે તું શાંતિપૂર્ણ જગ્યાએ છો. ચાંદ, તારા, આકાશગંગાઓ એક મહાન વૈજ્ઞાનિકનું સ્વાગત કરી રહી હશે. હવે તું પણ એક ચમકતો તારો છે. મારા શુટિંગ સ્ટારમાં તારી રાહ જોઇશ અને દુઆ માગીશ કે, તું મારી પાસે પાછો આવી જા...’

એક્ટરે આગળ લખ્યું કે, ‘એક ખૂબસૂરત ઇન્સાન જેવો હોય છે તેવો જ હતો તું, મારા શબ્દ આપણા પ્રેમને દર્શાવવા માટે ઓછા પડી રહ્યા છે અને મારા વિચાર મુજબ તારો મતલબ પણ એ જ હતો કે તે મને કહ્યું હતું કે, આપણો પ્રેમ આપણાથી પણ વિશેષ છે. તે દરેક વસ્તુઓને પ્રેમ કર્યો અને હવે તે મને શીખવ્યું કે, આપણો પ્રેમ ખરેખર અમૂલ્ય છે. તારા ગયા પછી 30 દિવસ થયા પરંતુ તને જિંદગીભર પ્રેમ કરીશ...હંમેશા તારી સાથે જોડાઇને...અનંત અને તેનાથી પણ વધારે...’

તમને જણાવી દઇએ કે, સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે,ડાયરેક્ટર મુકેશ છાબડાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી સુશાંતને યાદ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.