ETV Bharat / sitara

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા મામલે રિયાની કલાકો સુધી પૂછપરછ, જાણવા મળી મહત્વની વાતો...

author img

By

Published : Jun 19, 2020, 5:44 PM IST

બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા પાછળનું કારણ શોધવા માટે મુંબઈ પોલીસ કામ કરી રહી છે અને પોલીસે અત્યાર સુધીમાં અભિનેતાની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સહિત 10થી વધુ લોકોનાં નિવેદનો નોંધ્યા છે. 9 કલાક સુધી લાંબી પૂછપરછ ચાલી હતી.

રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તી

મુંબઇ : બોલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પ્રકરણે બાંદરા પોલીસ સ્ટેશનમાં અભિનેત્રી અને તેની ગર્લફેન્ડ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસે આત્મહત્યા પ્રકરણે તેનું નિવેદન નોંધ્યું હતું. રિયાને તપાસ અધિકારીએ આ સંદર્ભે વધુ પૂછપરછ માટે બોલાવતા તે સવારે 11.30 વાગ્યે બાંદરા પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગઇ હતી.

રિયા ચક્રવર્તીએ પોલીસને જણાવ્યું કે, સુશાંત લગભગ એક વર્ષ પહેલા જ્યારે તે રિલેશનશીપમાં ન હતો, ત્યારે તેને યશરાજ ફિલ્મ છોડવા માટે કહેવાયું હતું. રિયાએ પોલીસને જણાવ્યું કે, મને સુશાંતે કહ્યું હતુ કે, તુ યશરાજ ફિલ્મ છોડી દે, હું પણ છોડી રહ્યો છું, આ વિશે મે તેને પુછ્યું તો તેને મને કંઇજ ન હતું કહ્યું.

બોલિવુડના આશાસ્પદ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં મુંબઇ પોલીસ સતત તપાસ કરી રહી છે. ગુરુવારે બાન્દ્રા મુંબઇ પોલીસે સુશાંત સિંહ રાજપૂતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની કલાકો સુધી મેરેથોન પૂછપરછ કરી હતી. રિયા ચક્રવર્તી બાન્દ્રા પોલીસ સ્ટેશનથી રાતે 10 વાગે બહાર આવતી જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી ખુબ પરેશાન જોવા મળી હતી.

પોલીસ ઈન્ટ્રોગેશન દરમિયાન રિયા ચક્રવર્તીને સુશાંત સાથેના પોતાના સંબંધો, લગ્નથી માડીને તેના મિત્રો સાથેના બોન્ડિંગ, ડિપ્રેશન અને ઈન્ડસ્ટ્રી સાથે સુશાંતના સંબંધો વિશે અનેક સવાલો પૂછાયા હતાં.

રિયાની પૂછપરછના ભાગો વિશે વાત કરતા સૂત્રએ જણાવ્યું હતું કે, 'રિયા અને એક્ટર સાથે કરેલી મેસેજ ચેટ બતાવવા માટે કહેવામાં આવ્યું હતું. તેમનો આખો ફોન સ્કેન કરવામાં આવ્યો હતો, જેમાં બંનેના ફોટા અને વીડિયો મળ્યા હતા.બંને વચ્ચેના કથિત સંબંધો અંગે, સૂત્રએ જણાવ્યું હતું કે, 'રિયાએ સુશાંત સાથે રહેવા વિશે જણાવ્યું હતું અને એ બન્ને સાથે રહેવાના હતા જેથી તેઓએ સંપત્તિ ખરીદવાની યોજના પણ બનાવી હતી. તેણે સ્વીકાર્યું કે તે 2020માં લગ્ન કરવા જઇ રહ્યો હતો.’

સૂત્રએ મીડિયાને વધુમાં કહ્યું, 'પોલીસે આ અંગે શંકા જતાવી હતી કે શું બન્નેએ બ્રેકઅપ કરવાનું નક્કી કર્યું હતું. ત્યારે તેણે બન્ના રિલેશનશિપને લઇ બધી માહીતી પોલીસને આપી હતી. તેણે સુશાંત સાથેની વાતચીતનો ટેક્સ્ટ મેરેજ પણ બતાવ્યો હતો અને કહ્યું કે તેઓ વધારે વાત કોલ પર વાત કરતા હતા.’

જ્યારે સુશાંતે પોતાનું જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો. ત્યારે કલાકો પહેલા તેણે રિયાનો નંબર ડાયલ કર્યો હતો પરંતુ સામેથી કોઈ પ્રતિક્રિયા ન હતી. કોલ રેકોર્ડ મુજબ સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી તેના ગણતરીના કલાકો પહેલા એટલે કે શનિવારે રાતે રિયાને ફોન કર્યો હતો. રિયાને ફોન કર્યો તે પહેલા તેણે પોતાના જિગરી મિત્ર મહેશ શેટ્ટીને ફોન કર્યો હતો. મહેશને ફોન કર્યા બાદ સુશાંતે રિયાને ફોન કર્યો હતો. પરંતુ અભિનેત્રીએ ફોન ઉપાડ્યો નહતો. સવારે ઉઠ્યા બાદ સુશાંતે મહેશનો રિટર્ન કોલ જોયા પછી ફરીથી ફોન કરવાની કોશિશ કરી હતી પરંતુ તેનો ફોન લાગ્યો નહતો.

સુશાંત સિંહ રાજપૂત છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો અને આ દરમિયાન રિયા ચક્રવર્તી તેની સાથે જ હતી. પોલીસે રિયાને આ મામલે પૂછપરછ કરતા કહ્યું કે, શું તેમણે સુશાંતના વ્યવહારમાં કોઈ ફેરફાર મહેસૂસ કર્યો હતો. રિયાએ એ વાતના પણ પુરાવા આપ્યા છે કે સુશાંતની સારવાર ચાલુ હતી અને દવાઓની સાથે સાથે તે યોગ દ્વારા પણ પોતાને સ્વસ્થ રાખવાની કોશિશ કરતો હતો. રિયા ચક્રવર્તીએ એમ પણ જણાવ્યું કે અનેકવાર એવું થતું હતું કે તે અપસેટ રહેતો હતો અને ખુબ લો ફિલ કરતો હતો અને ઘણીવાર પોતાની દવા ખાવાની પણ ના પાડી દેતો હતો.

સોમવારે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે તેના ટ્વીટમાં સ્પષ્ટ કર્યું હતું કે, સુશાંતના મૃત્યુની તપાસ પ્રોફેશનલ રાઈવલરીના એન્ગલને ધ્યાનમાં રાખીને પણ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.