મુંબઇ: કોરિયોગ્રાફર અને ફિલ્મ નિર્માતા રેમો ડીસુઝા તેના ફિલ્મના સેટને યાદ કરી રહ્યા છે.તેણે એક પોસ્ટમાં પોટો શેર કરીને જણાવ્યું હતું કે, તે વિચારે છે કે તેને ક્યારે સેટ પર જવા મળશે.સેટ પર જવાની ભાવના તેણે સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
નોંધનીય છે કે કોરોના વાઇરસના કારણે ફિલ્મ્સ, ટીવી સિરિયલો અને વેબ સિરીઝના શૂટિંગ પર ખરાબ અસર પડી છે. આ સમય દરમિયાન બધુ લાંબા સમયથી બંધ કરવામાં આવ્યું હતું.જો કે, કેટલાક નિયમો સાથે, હવે ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલના શૂટિંગ શરૂ થઈ ગયા છે. આવી સ્થિતિમાં બોલિવૂડ સ્ટાર્સ પોતાના સેટને યાદ કરી રહ્યા છે.
રેમો સિવાય ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા કહ્યું હતું કે, તેઓ પોતાના કામને મિસ કરી રહ્યા છે.
રેમો બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર છે, જેમણે સલમાન ખાન સ્ટારર 'રેસ 3' ઉપરાંત ' ABCD', 'ABCD 2', અને 'સ્ટ્રીટ ડાન્સર 3 ડી' જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે.