મુંબઇ: રણવીર સિંહની આગામી સ્પોર્ટ્સ-ડ્રામા ફિલ્મ '83' સિનેમાઘરોમાં રિલીઝ થયા પહેલા ઓટીટી પ્લેટફોર્મને વેચવાની અફવાઓ ફેલાઈ હતી. જેને ફિલ્મની સહ-નિર્માણ કંપની રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે નકારી કાઢી છે, આ અફવા ત્યારથી ચાલી રહી છે, જ્યારથી દેશવ્યાપી લોકડાઉનને 10 એપ્રિલ બાદ લંબાવાયું હતું.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સોશિયલ મીડિયામાં એવા અહેવાલો આવ્યાં હતાં કે, ઓટીટી પ્લેટફોર્મ '83'ના નિર્માતાઓને ફિલ્મ વેચવા માટે 143 કરોડની ઓફર કરી છે. જો કે, રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે આ બધા અહેવાલોને નકારી કાઢ્યાં હતાં. જો છેલ્લા 6 મહિનામાં પણ સ્થિતિ સામાન્ય ન થઈ તો આ અંગે વિચારવામાં આવશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ફિલ્મ કંપનીના સીઈઓ શિબાશીષ સરકારે કહ્યું કે, 'આ અહેવાલોમાં કોઈ સત્ય નથી. 83 ફિલ્મ મોટા પડદા માટે બનાવવામાં આવી છે. હમણાં અમારા દિગ્દર્શકો કે નિર્માતાઓનો નાનો સ્ક્રીન પર રીલિઝ કરવાનો કોઈ ઇરાદો નથી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
મહત્વનું છે કે, કબીર ખાન દિગ્દર્શિત '83'ની વાર્તા ભારતીય ક્રિકેટના પ્રથમ વર્લ્ડકપ વિજયની છે. જેમાં રણવીર કપિલ દેવનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં રણવીરની સાથે દીપિકા પાદુકોણ પણ છે. આ સિવાય પંકજ ત્રિપાઠી, સાકીબ સલીમ, તાહિર રાજ ભસીન, હાર્દિક સંધુ, એમી વિક, જીવ, સાહિલ ખટ્ટર, ચિરાગ પાટિલ અને આદિનાથ કોઠારે પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે.