એક્શન કિંગ અક્ષય કુમારની નવી ફિલ્મ "મિશન મંગળ"નું ટ્રેલર રિલીસ્ થયું છે. આ ફિલ્મમાં ISROની સાચી મહેનત અને લગન વાત કરવામાં આવી છે. આમ, તો લોકોને ISROની મહેનતનો અંદાજો તો હોય છે, પણ તેને ક્યારે મહેસુસ કરી હોતી નથી. કહેવાય છે કે, 'સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય' વાસ્તવમાં, આ કહેવત આ ફિલ્મ સાથે સાબિત થાય છે. કારણ કે, આ ફિલ્મની વાર્તા પણ કંઈક એવી જ છે. આ ફિલ્મ જોનારના હૃદયમાં એકવાર ફરીથી દેશભક્તિની ભાવના જાગ્રુત થશે. લાખ પ્રયત્નો પછી હારી જવાના ડરને કેવી રીતે માત આપવી આ વાત અક્ષય કુમાર બખુબી જાણે છે. અસલ જીંદગીમાં પણ અક્ષય હાર માનતો નથી. તે આ ફિલ્મના તેમના પાત્રથી સ્પષ્ટ થાય છે. વાસ્તવમાં, ટ્રેલરની શરૂઆત થાય છે, અક્ષયના એક ડાયલોગ સાથે, 'કોઇ એક્સપરીમેન્ટ વગર સાયન્સ નથી.' જો આપણે એક્સપરીર્મેન્ટ ન કરીએ તો આપણે આપણી જાતને સાયન્ટિસ્ટ કહેવાનો કોઈ જ હક નથી. '
- https://www.youtube.com/embed/q10nfS9V090
આ ફિલ્મમાં અક્ષય એક સાયન્ટિસ્ટ બને છે, જે રાકેશ ધવનનું પાત્ર ભજવી રહ્યો છે. આ તો ટ્રેલરમાં તમે જોશો કે કેવી રીતે અક્ષય કંઈક ઓછા અનુભવી સાયન્ટિસ્ટ સાથે એક સેટેલાઈટ લૉન્ચ કરે છે. 'મિશન મંગળ' આ જ વર્ષે 15 ઑગસ્ટની રિલીસ્ થશે. ઉલ્લેખનીય છે કે, અક્ષયની આ ફિલ્મમાં બોક્સ ઑફિસ પર પ્રભાસની 'સાહો', જ્હોન અબ્રાહમની 'બટલા હાઉસ' તેમજ વેબસિરીઝ 'સેકેડ ગેમ્સ 2' સાથે ટકરાશે.