નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે અક્ષય કુમારની ફિલ્મ 'પૃથ્વીરાજ' (Akshay Kumar Film Pruthviraj) નું શીર્ષક બદલવાની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. ચીફ જસ્ટિસ ડીએન પટેલની અધ્યક્ષતાવાળી બેન્ચે અરજદારને અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી હતી.
અરજીમાં કરાયો આ દાવો
આ અરજી નેશનલ કાઉન્સિલ ઓફ માઈગ્રન્ટ્સ દ્વારા દાખલ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, અરજદારે કહ્યું કે, જે રીતે મહાન યોદ્ધા પૃથ્વીરાજના નામનો ફિલ્મના શીર્ષકમાં કોઈપણ સન્માન સંબોધન વિના ઉપયોગ કરવામાં આવ્યો છે. જે તે ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, ફિલ્મનું નામ મહાન સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનું નામ આપવામાં આવે. આ ફિલ્મ 10 જૂને રિલીઝ થઈ રહી છે.
આ પણ વાંચો: શાહિદ કપૂરે તેના 41માં જન્મદિવસે પોતાની જાતને આકર્ષક અને લક્ઝરી કાર ભેટમાં આપી
જાણો ફિલ્મના એક્ટરો અને તેમના રોલ વિશે
યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત આ ફિલ્મ રાજપૂત શાસક પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત છે. ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત મિસ વર્લ્ડ માનુષી છિલ્લર, સોનુ સૂદ અને સંજય દત્ત પણ ભૂમિકા ભજવી રહ્યા છે. સોનુ સૂદ મહાકવિ ચંદ બરદાઈના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં માનુષી છિલ્લર સંયોગિતાના રોલમાં જોવા મળશે અને સંજય દત્ત ફિલ્મમાં કાકા કાન્હાના રોલમાં જોવા મળશે.
આ પણ વાંચો: Rashiya ukraine War: યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિરની લવ સ્ટોરી છે એકદમ ફિલ્મી