મુંબઇ: મોહિત સૂરીની આગામી ફિલ્મ "મલંગ" વિશે વાત કરતા અભિનેતા કુનાલ ખેમુએ ફિલ્મને કૂલ જણાવી હતી. 26માં એસઓએલ લાયન્સ ગોલ્ડ એવોર્ડમાં મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું કે, " હું "મલંગ"ને લઇ ખુબ ઉત્સાહિત છું, કારણે કે મોહિત મારા પ્રથમ નિર્દેશક હતા. તેમણે મને 2005માં "કલ્યુગ" ફિલ્મમાં ડાયરેક્ટ કર્યું હતું. આ ફિલ્મને રિલીઝ થવામાં 2 અઠવાડિયા બાકી છે. ફિલ્મની સમગ્ર ટીમ ફિલ્મને લઇ ઉત્સાહિત છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2 મિનટ 45 સેકેન્ડના "મલંગ" ના ટ્રેલરમાં દરેક પાત્રને એક હત્યારાની જેમ ઇન્ટ્રોડ્યૂસ કરવામાં આવ્યો છે. મોહિત સૂરીના નિર્દેશનમાં બનાવામાં આવેલી ફિલ્મમાં અનિલ કપૂર,આદિત્ય રોય કપૂર, દિશા પાટની અને કુનાલ ખેમુ મુખ્ય પાત્રમાં જોવા મળશે. ફિલ્મ વેલેન્ટાઈન ડેના અઠવાડિયામાં 7 ફ્રેબુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.