મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડને તેમના સ્વર્ગસ્થ પિતાની (Ravi Tandon Death) 87મી જન્મજયંતી (Ravi Tandon Birthday) પર તેમને યાદ કરીને તેના ઇન્સ્ટાગ્રામ (Raveena Tandon Instgram Account) પર એક ઇમોશનલ પોસ્ટ શેર કરી છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક કુટુંબની તસવીર પોસ્ટ કરી અને કહ્યું કે, "આ તસવીર બર્થ ડે સેલિબ્રેશનની છે".
રવિના ટંડનની પોસ્ટ પર બોલિવૂડની હસ્તીઓએ આપી પ્રતિક્રિયા
આ તસવીર શેર કરતા રવિના ટંડને લખ્યું, 'હેપ્પી બર્થ ડે પાપા, મારી જિંદગી ફરી ક્યારેય પહેલા જેવી નહીં થાય, તમે હંમેશા મારી આંખના તારા રહેશો, ચીયર્સ'. રવીનાની ભાવનાત્મક પોસ્ટ પર બોલિવૂડની ઘણી હસ્તીઓ (Bollywood Celebrities) અને ઇન્ડસ્ટ્રીના મિત્રોએ પ્રતિક્રિયા આપી છે અને શોક વ્યક્ત કર્યો છે. જેમાં અમિતાભ બચ્ચન, અજય દેવગણ, માધુરી દીક્ષિત સહિત સોનુ સૂદનો સમાવેશ થાય છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો: Bappi Lahiri Passes Away: બપ્પી લાહિરીના મોત વિશે ગાયકના જમાઈએ કર્યો ખુલાસો
રવિ ટંડન એક દિગ્દર્શક, નિર્માતા અને લેખક હતા
તમને જણાવી દઈએ કે, રવિ ટંડન એક દિગ્દર્શક, નિર્માતા અને લેખક હતા. તેણે રાજેશ ખન્ના, શ્રીદેવી અને સ્મિતા પાટીલ અભિનીત 'નજરાના', ઋષિ કપૂર અને નીતુ કપૂર અભિનીત 'ખેલ ખેલ મેં', અમિતાભ બચ્ચન અભિનિત 'મજબૂર' અને સંજીવ કુમારને મુખ્ય ભૂમિકાવાળી 'અનહોની' જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. તેઓ છેલ્લા કેટલાક સમયથી પલ્મોનરી ફાઈબ્રોસિસથી પીડિત હતા અને તાજેતરમાં શ્વાસ લેવામાં તકલીફને કારણે તેમનું નિધન થયું હતું.
આ પણ વાંચો: Knagna Lock Up Show Wish List Announced: કંગનાએ 'લોક અપ' ટ્રેલર લોન્ચ દરમિયાન જાહેર કરી તેની વિષ લિસ્ટ