ETV Bharat / sitara

ઋષિ કપૂરનું નિધન મારા પિતા માટે મોટો ઝટકોઃ રવિના ટંડન

બૉલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડને કહ્યું કે, મારા પિતાએ ઋષિ કપૂરની સાથે ઘણા કામ કર્યા છે. ઋષિ કપૂરના નિધન બાદ મારા પિતા પોતાને અંદરથી ખૂબ જ દુઃખ અનુભવે છે.

Etv Bharat, Gujarati News, Raveena Tandon, Rishi Kapoor
Raveena Tandon: Rishi Kapoor's death a big blow for my father
author img

By

Published : May 3, 2020, 1:42 PM IST

મુંબઇઃ બૉલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડન જ્યારે બાળકી હતી, તે સમયે ઋષિ કપૂર એક મોટા સ્ટાર હતા. તેના કેટલાય વર્ષો બાદ રવીનાને આ દિગ્ગજ અભિનેતા સાથે કામ કરવાનો અવસર મળ્યો હતો.

અભિનેત્રી રવિનાએ ઋષિ કપૂરની સાથે પોતાની યાદગાર પળો વિશે ચર્ચા કરી હતી અને સાથે જ જણાવ્યું હતું કે, પિતા ફિલ્મકાર રવિના ટંડનું આ મહાન અભિનેતા સાથે એક ગાઢ સંબંધ હતો.

રવિનાએ કહ્યું કે, 'મેં તેમની સાથે વધુ ફિલ્મો કરી નથી, પરંતુ મારા પિતાએ તેમની સાથે ઘણું કામ કર્યું છે. હું વાસ્તવમાં તેની આંખોની સામે મોટી થઇ છું. હું દિલમાં ખૂબ જ દુઃખી છું'

આ ઉપરાંત તેણીએ જણાવ્યું કે, 'ઋષિ કપૂરનું નિધન મારા પિતા માટે એક મોટો ઝટકો છે. મારા પિતાએ પોતાના એક નજીકના મિત્ર ગુમાવ્યા છે. મને યાદ છે કે, કેવી રીતે મારા પિતા, પંચમ અંકલ (આરડી બર્મન), રમેશ બહલ અંકલ અને ઋષિજી ની સાથે સમય પસાર કર્યો હતો. તેમના નિધન બાદ મારા પિતા ખૂબ જ દુઃખી છે.'

રવિના ટંડને ઋષિ કપૂરની સાથે 'ખેલ ખેલ મેં' અને 'ઝૂઠા કહી કા' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. રવીના ટંડને વર્ષ 1995માં આવેલી ફિલ્મ 'સાજન કી બાહો મેં'માં ઋષિ કપૂરની વિરુદ્ધમાં કામ કરવાનો અવસર મળ્યો હતો.

ઋષિ કપૂરે 30 એપ્રિલે મુંબઇની એક હોસ્પિટલમાં પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. તે 67 વર્ષના હતા અને લ્યૂકેમિયાથી લાંબા સમયથી ઝઝૂમી રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.