મુંબઇ: પ્રખ્યાત રેપર હિતેશ્વરનું નવું સોંગ 'પઢેગા લીખેગા તો હોગા નવાબ' રિલીઝ થઈ ગયું છે. જેને યુવાનો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ગીત તાજેતરમાં ઓડિયો લેબ મ્યુઝિક દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે. ઓડિયો લેબના મેનેજિંગ ડિરેક્ટર, સતિષ પૂજારીયાએ જણાવ્યું કે, હિતેશ્વરે આ ખૂબ જ સારું સોંગ બનાવ્યું છે, જેને પ્રેક્ષકો ખૂબ પસંદ કરી રહ્યા છે. હિતેશ્વરે જ આ ગીત લખ્યું છે. તેનું મ્યુઝિક પ્રોડક્શન અને અરેન્જમેન્ટ રિવાનસિંહે કર્યું છે જ્યારે મિક્સ માસ્ટર નીરજ સિંહે કર્યું છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
તેણે તાજેતરમાં કોરોના મહામારી પર ક્વોરેન્ટાઇન રેપ સોંગને રિલીઝ કર્યું હતું. નોંધનીય છે કે, હિતેશ્વરનું ભોજપુરી રેપ સોંગ 'માઈ કી ગોદ મેં' ખૂબ જ હિટ રહ્યું હતું, ત્યારબાદ 'બિહાર કે બાની' સોંગને પણ લોકોએ પસંદ કર્યું હતું.
હિતેશ્વર કહે છે કે, 'પઢેગા લીખેગા તો હોગા નવાબ' સોંગને ઓડિયન્સ ખૂબ પસંદ કરી રહી છે. જે તેમનો પ્રેમ છે. તેમણે લોકોનો આભાર માન્યો અને કહ્યું કે, યુવા લોકો તેમના રેપને ઘણું પસંદ કરે છે. આગળની યોજના અંગે તેમણે કહ્યું કે, “હું ઘણા નવા કન્સેપટ પર કામ કરી રહ્યો છું."