- રણવીર દક્ષિણના દિગ્ગજ નિર્દેશક સાથે કરશે કામ
- 2005ની સુપરહિટ ફિલ્મ અન્નયાન પર કરવામાં આવશે કામ
- આવતા વર્ષે શરૂ થશે શુટીંગ
ન્યુઝ ડેસ્ક: બોલિવૂડના સર્વશ્રેષ્ઠ અભિનેતાઓમાં શામેલ રણવીર સિંહના હાથમાં જેકપોટ લાગ્યો છે. રણવીર સિંહ દક્ષિણ ભારતના દિગ્ગજ નિર્દેશક શંકરની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવા જઈ રહ્યો છે.. આ ફિલ્મ શંકરની 2005 માં સુપરહિટ ફિલ્મ અન્ન્યાનનું હિન્દી વર્ઝન છે. તે એક સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ છે.
અપરીચીત લોકોએ પંસદ કરી હતી
વિક્રમે અન્ન્યાનમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી, જે મલ્ટીપલ પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડાય છે. કેટલીકવાર તે મેટ્રોસેક્સ્યુઅલ મોડેલ બને છે, તો ક્યારેક વિજિલાન્ટે, જે લોકોને મારી નાખે છે. આ ફિલ્મ અપરીચીત શીર્ષક સાથે હિન્દીમાં રજૂ કરવામાં આવી હતી, જેને સારી રીતે પસંદ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ત્રિશાની "પરમપધમ વિલૈયત્તુ" 14 એપ્રિલે રિલીઝ થશે
રણવિરનુ સપનું પૂર્ણ
રણવીર સિંહ સાથે હિન્દીમાં બની રહેલી ફિલ્મનું ટાઇટલ નક્કી કરવાનું બાકી છે. આ ફિલ્મ પેન-ઈન્ડિયા પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે. તેનું શૂટિંગ આવતા વર્ષના મધ્યભાગથી શરૂ થશે. રણવીરે કહ્યું કે તેનુ હંમેશાં તેમની સાથે કામ કરવાનું સપનું હતું. અન્ન્યાનની રીમેકને રૂપે તે તક મળી છે. વિક્રમ સરએ આ ફિલ્મમાં એક ઉત્તમ કામ કર્યું હતું. હું ફક્ત આશા રાખુ છુ કે હું આ પાત્રને સમાન ઉત્સાહથી ભજવીશ અને પ્રેક્ષકોને તે ગમશે.