આ પહેલા અભિનેતાએ તાહિર રાજ ભસીનનું પોસ્ટર શેર કર્યું હતું. જે ફિલ્મમાં સુનિલ ગાવસ્કરની ભૂમિકા ભજવી રહ્યા છે. કપિલ દેવના લુકમાં રણવીરનું પહેલું પોસ્ટર લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. જેમાં તે કપિલના લોકપ્રિય શૉટ નટરાજનો પોઝ આપતો જોવા મળ્યો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ ફિલ્મમાં શાકિબ સલીમ મોહિન્દર અમરનાથ અને ચિરાગ પટેલ સંદીપ પાટીલની ભૂમિકામાં જોવા મળ્યા. દીપિકા પાદુકોણ ફિલ્મમાં કૈમિયો રોલમાં જોવા મળશે. અભિનેત્રી ફિલ્મમાં કપિલ દેવની પત્નીના રોલમાં જોવા મળશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
હાલમાં જ અભિનેતા રણવીર સિંહે ફિલ્મ 83નું નવું પોસ્ટર શેર કર્યું હતું, જેના પર યૂટ્યૂબ સેનસેશન ભુવન બામના મઝેદર કમેન્ટે પોસ્ટને વાયરલ કરી હતી. રણવીરે શુક્રવારે પોતાની આવનારી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ '83'થી પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર નવા પોસ્ટર શેર કરતાં કેપ્શન આપ્યું હતું કે, 'આવી રહ્યા છીએ...'
ભુવન બામે પોસ્ટરના કેપ્શનનો મઝાકીયા અંદાજમાં જવાબ આપતા કમેન્ટ કરી હતી કે, 'એ જ તો તેણી પણ કહી રહી છે...'
અમુક દિવસો પહેલા રણવીરે પૂર્વ ક્રિકેટર કૅપ્ટન કપિલ દેવના જન્મદિવસ પર ફિલ્મ સેટ્સથી અમુક ફોટાઓ શેર કર્યા હતા, જેમાં રણવીર અને ફિલ્મના નિર્દેશક કબીર ખાન કપિલ દેવની સાથે સેટ્સ પર સારો સમય વિતાવતા જોવા મળ્યા હતા.
મહત્વનું છે કે, અપકમિંગ સ્પોર્ટ્સ-ડ્રામા ફિલ્મ '83'માં ભારતના પહેલા ક્રિકેટ વર્લ્ડ કપની સ્ટોરી છે, જે કપિલની કપ્તાનીમાં ટીમે 1983માં જીત્યો હતો. આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવના લીડ રોલમાં જોવા મળશે. અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત આર બદરી, હાર્ડી સંધૂ, ચિરાગ પાટિલ, સાકિબ સલીમ, પંકજ ત્રિપાઠ, તાહિર ભસીન, એમી વિર્ક અને સાહિલ ખટ્ટર પણ ઇન્ડિયન ટીમ ક્રિકેટર્સમાં જોવા મળશે