- રાણી મુખર્જીએ રવિવારે ઉજવ્યો 42મો જન્મદિવસ
- રાણીએ ડ્રામા ફિલ્મ 'રાજા કી આયેગી બારાત'થી કરી હતી કરિયરની શરુઆત
- સત્યધટના પર આધારિત છે રાણી મુખર્જીની આગામી ફિલ્મ
ન્યુઝ ડેસ્ક: રાણી મુખર્જીએ હાલમાં જ તેનો જન્મદિવસ ઉજવ્યો અને તે સાથે જ તેણે પોતાની આગામી ફિલ્મની ઘોષણા પણ કરી છે. પ્રોડક્શન હાઉસ ઝી સ્ટુડિયો અને એમી એંટરટેનમેંટ અભિનેત્રી રાણી મુખર્જીની આગામી ફિચર ફિલ્મ "મિસીસ ચેટર્જી વર્સેસ નોર્વે" માટે એક સાથે આવ્યા છે. એક માતાની તેના સંતાન માટેની આખા દેશ વિરૂદ્ધની લડત ઉપર આ ફિલ્મ આધારિત છે. જેનું નિર્દેશન 'મેરે પપ્પા કી મારૂતી' ફિલ્મ માટે જાણીતા અશિમાં ચિબ્બર દ્વારા કરવામાં આવ્યું છે.
-
Adding to the celebration of #RaniMukerji's birthday, we are thrilled to announce our next project with her - #MrsChatterjeeVsNorway, in collaboration with @EmmayEntertain.
— Zee Studios (@ZeeStudios_) March 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Directed by @ChibberAshima, the story revolves around a mother's battle against an entire country. pic.twitter.com/uzkuz5fq5w
">Adding to the celebration of #RaniMukerji's birthday, we are thrilled to announce our next project with her - #MrsChatterjeeVsNorway, in collaboration with @EmmayEntertain.
— Zee Studios (@ZeeStudios_) March 21, 2021
Directed by @ChibberAshima, the story revolves around a mother's battle against an entire country. pic.twitter.com/uzkuz5fq5wAdding to the celebration of #RaniMukerji's birthday, we are thrilled to announce our next project with her - #MrsChatterjeeVsNorway, in collaboration with @EmmayEntertain.
— Zee Studios (@ZeeStudios_) March 21, 2021
Directed by @ChibberAshima, the story revolves around a mother's battle against an entire country. pic.twitter.com/uzkuz5fq5w
"મિસીસ ચેટર્જી વર્સેસ નોર્વે" સ્ત્રી-કેન્દ્રિત ફિલ્મ છે
રવિવારે 42 વર્ષની થયેલી રાણી મુખર્જીએ કહ્યું કે, ફિલ્મની અનાઉન્સમેન્ટે તેનો જન્મદિવસ ખાસ બનાવ્યો છે. "મિસીસ ચેટર્જી વર્સેસ નોર્વે" 25 વર્ષ સુધીની તેની કારકીર્દિની સૌથી નોંધપાત્ર ફિલ્મ છે. તેણે 1996માં આવેલી ડ્રામા ફિલ્મ 'રાજા કી આયેગી બારાત'થી શરૂઆત કરી હતી. તેણે વધુમાં ઉમેર્યુ હતું કે, "મેં મારી કારકિર્દીની શરૂઆત રાજા કી આયેગી બરાતથી કરી હતી, જે એક સ્ત્રી-કેન્દ્રિત ફિલ્મ હતી, અને મારા 25માં વર્ષમાં યોગાનુયોગે, હું એક એવી ફિલ્મની ઘોષણા કરી રહી છું જેમાં એક સ્ત્રીની સમગ્ર દેશ વિરુદ્ધ લડવાની શક્તિને બિરદાવતી હોય."
આ પણ વાંચો: દીકરી આદિરાના કારણે પતિ આદિત્ય સાથે ઝઘડા થાય છે: રાની મુખર્જી
દરેક માતાઓને સમર્પિત છે આ ફિલ્મ
"મિસીસ ચેટર્જી વર્સેસ નોર્વે"નું કથાવસ્તું વ્યક્તિની સહનશક્તિ ઉપર આધારિત છે, આ ફિલ્મ દરેક માતાઓને સમર્પિત છે. તે મેં અત્યાર સુધી વાંચેલી અદ્ભૂત સ્ક્રિપ્ટમાંથી એક છે, તેને વાંચ્યા બાદ તરત જ મેં આ ફિલ્મ કરવાનો નિર્ણય કરી લીધો હતો. ઝી સ્ટુડિઓઝ અને એમી એંટરટેનમેંટ સાથે સત્યધટના પર આધારિત રાણી મુખર્જીની આ પ્રથમ ફિલ્મ છે અને તેનું શુટિંગ ટૂંક સમયમાં શરુ થશે.
આ પણ વાંચો: રાની મુખર્જી અને સૈફ અલી ખાને પૂર્ણ કર્યું 'બંટી ઔર બબલી 2'નું શૂટિંગ