ETV Bharat / sitara

દીકરી આદિરાના કારણે પતિ આદિત્ય સાથે ઝઘડા થાય છે: રાની મુખર્જી - rani-mukerji-aditya-and-i-fight-over-adira

મુંબઈઃ બૉલીવુડ અભિનેત્રી રાની મુખર્જીએ એક ઈન્ટરવ્યૂમાં પોતાના અને પતિ આદિત્ય વિશે ઘણી રસપ્રદ વાતો કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, "તેમને અને આદિત્યને આદિરાને લઈ વખત ઝઘડો થાય છે. કારણ કે, તે આદિરાને ખૂબ પ્રેમ કરે છે."

રાણી મુખર્જી
રાણી મુખર્જી
author img

By

Published : Dec 19, 2019, 9:25 AM IST

રાની મુખર્જીએ મર્દાની 2માં ખૂબ ઉમદા અભિનય કર્યો છે. સૌ કોઈ તેના અભિનયના વખાણ કરી રહ્યાં છે. રાની એક ઉત્તમ અભિનેત્રીની સાથે લાગણીશીલ માતા પણ છે. રાની દીકરી આદીરાનું નામ આવતાં જ તે ભાવુક થઈ જાય છે. તેણે કહ્યું હતું કે, "તે આદિરાને ખૂબ પ્રેમ કરે છે. આદિરાના આવ્યા બાદ તેનું જીવન બદલાઈ ગયું છે. ખરેખર પ્રેમ કોને કહેવાય એ તે આદિરાના આવ્યા પછી સમજી છે."

રાનીએ આગળ વાત કરતાં જણાવ્યું હતું કે," તેઓ માટે મહત્વનું છે કે, આદિત્ય તેમને પ્રેમ કરે છે કે નહીં. પણ એ જાણવું મહત્વ નથી કે, આદિરા તેમને પ્રેમ કરે છે કે નહીં. કારણ કે, તે આદિરાને નિઃસ્વાર્થ પ્રેમ કરે છે."

આદિરાનો જન્મ 2015માં થયો હતો. 2015 પછી રાનીએ પોતાનો પૂરેપૂરો સમય દીકારીની સંભાળમાં પસાર કર્યો હતો. 3 વર્ષ પછી 2018માંરાનીએ 'હિંચકી' ફિલ્મ અને તે પછી 2019માં 'મર્દાની 2' ફિલ્મ કરી. રાની કહે છે કે, દરેકને આદિત્ય જેવા સમર્થ પતિ મળવા જોઈએ. જો આદિત્યએ મારી પર સ્ક્રિપ્ટ વાંચવા પર દબાણ કર્યુ ન હોત હોત, તો કદાચ મેં ઇન્ડસ્ટ્રીમાં આટલું સારું પુનરાગમન કર્યુ જ ન હોત.

રાનીએ તેના પતિ વિશે ઘણી વાતો જણાવી. તેણે કહ્યું કે, કેવી રીતે જ્યારે તે બંને મૂવીઝ જોવા જાય છે, ત્યારે આદિત્ય 20 મિનિટ પહેલાં થિયેટરમાં પહોંચે છે. આદિત્ય ખૂબ હોશિયાર છે. રાનીનું માનવું છે કે, આદિત્યએ આ બધા ગુણો તેના કાકા યશ ચોપડા પાસેથી મળ્યા છે.

પોતીની સફળતા અને ઉદ્યોગમાં નિષ્ફળતા વિશે અભિનેત્રીએ જણાવ્યું હતું કે, "સફળતા અને નિષ્ફળતા એ જીવનનો એક ભાગ છે. જેમાંથી સૌ કોઈએ પસાર થવું પડે છે. એનો કોઈ વિકલ્પ નથી. કંઈ પણ કાયમી નથી. બધું કામચલાઉ છે. તેથી તમારી નિષ્ફળતા અસ્થાયી છે. તમારી સફળતાઓ હંગામી છે. તો શા માટે ચિંતામાં રહેવું જોઈએ."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.