ETV Bharat / sitara

અભિનેત્રી રકુલ પ્રીત દિલ્હી જવા રવાના - રકુલપ્રીત ન્યૂઝ

અભિનેત્રી રકુલ પ્રીત સિંહ તેની આગામી ફિલ્મ 'એટેક'ના દિગ્દર્શક લક્ષ રાજ આનંદ મુંબઈથી દિલ્હી સાથે ગયા હતા. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વીડિયો શેર કરીને આ વિશે માહિતી આપી હતી. શેર કરેલા વીડિયોમાં, રકુલ અને લક્ષ્ય પી.પી.ઈ.સુટ, ફેસ શિલ્ડ, માસ્ક અને ગ્લોવ્સમાં જોવા મળી રહ્યા છે.

રકુલ
રકુલ
author img

By

Published : Jun 11, 2020, 8:19 PM IST

નવી દિલ્હી: લોકડાઉન થયાના બે મહિનાથી વધુ સમય બાદ ડોમેસ્ટીક ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરવામાં આવી છે. જેના પગલે અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને દિગ્દર્શક લક્ષ્ય રાજ આનંદ ગુરુવારે મુંબઇથી દિલ્હી જવા રવાના થયા છે.

રકુલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં પોતાની એક તસવીર શેર કરી છે, જેમાં તે પી.પી.ઈ.સુટ, ફેસ શિલ્ડ, ગ્લોવ્સ અને માસ્ક સાથે જોઇ શકાય છે. તેણે ફોટો કેપ્શનમાં "#મિશનફ્લાઈટ લખ્યું હતું.

ત્યારબાદ તેણે એક વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં કહેતી હતી કે, કોણે વિચાર્યુ હતું કે, આપણે શૂ કવરની સાથે પ્રવાસ કરવો પડશે.'

રકુલ ડિરેક્ટર લક્ષ્ય રાજ આનંદ તરફ કેમેરો ફેરવે છે, જે તેની સાથે દિલ્હીનો પ્રવાસ કરી રહ્યા હતા. લક્ષ્ય તેની સાથે બેઠો હતો. તે રકુલની આગામી એક્શન થ્રિલર ફિલ્મ 'એટેક'નું દિગ્દર્શન કરી રહ્યા છે.

વીડિયોમાં રકુલ કહે છે કે વિચારો આપણે કોને મળવા જઈ રહ્યાં છીએ. ત્યારે બોડી કવર, માસ્ક અને ફેસ કવચ સાથે નજરે પડેલા લક્ષ્યએ કહ્યું કે, 'હું અંતરિક્ષમાં જઉં છું.'

રકુલે વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, 'લક્ષ્ય રાજ ​​આનંદ # એટેક માટે તૈયાર થાઓ.'

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં, તેના ઇન્સ્ટાગ્રામ પર 1.4 કરોડથી વધુ ફોલોઅર્સ થયા છે, તેણીએ ખુશી વ્યક્ત કરતાં અભિનેત્રીએ ક્યૂટ પિક્ચર્સ શેર કરી અને ચાહકોને આભાર માન્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.