મુંબઈઃ ડાયરેક્ટર રિતમ શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ, વેબ સિરિઝ 'રક્તાંચલ'નું ઓરિઝનલ ટ્રેક આ સિરિઝની નેગેટિવ સ્ટોરીમાં હાર્દ અને ડ્રામાને જોડે છે. શ્રીવાસ્તવે જણાવ્યું કે, 'રક્તાંચલ'ને એક મોટા કેનવાસ પર લાગાવવામાં આવ્યું છે. અમે દરરાજ રાત્રે તેમાં કંઈક ઉમેરતા રહીએ છીએ જે આ સિરિઝને સમ્માન સાથે તેના મહત્વમાં વધારો કરે છે.
રિતમે જણાવ્યું કે, મારુ માનવું છે કે, આ ઓરિઝનલ ટ્રેક સાથે અમે જૂદા જૂદા દ્રશ્યો મારફતે કાલ્પનિક અને હકિકતને જોડને રજૂ કરી છે. અમે સંગીત સાથે સાથે ભાવનાઓને પણ જોડી છે. મહેરબાન, ઠુમરી અને મેરે જલવે ઓરિઝનલ ટ્રેક છે. આ ગીતો દ્વારા મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ગીતના શબ્દોનો ઉપયોગ કેરેક્ટરના મુડ અને સીન ડેવલોપ કરવા માટે કરવામાં આવ્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
શોમાં વિજય સિંહ અને વસીમ ખાનનું પાત્ર સત્તાનો કદરૂપો ચહેરો દર્શાવે છે. આ ક્રાઈમ ડ્રામા વાસ્તવિક ઘટના પર આધારિચ છે. ઉત્તર પ્રદેશના પૂર્વાંચલમાં 80ના દાયકાની ઘટના પર આધારિત છે. આ સમયે વિકાસના કામો ટેન્ડર બહાર પાડીને આપવામાં આવતા હતા.
'રક્તાંચલ'માં ક્રાંતિ પ્રકાશ ઝા, નિકિતિન ધીર, વિક્રમ કોચર, પ્રમોદ પાઠક, ચિતરંજન ત્રિપાઠી, સૌંદર્યા શર્મા, રોન્જિની ચક્રવર્તી, બસુ સોની અને કૃષ્ણા બિષ્ટ જોવા મળશે. આ સિરિઝ MX પ્લેયરમાં રિલિઝ થઈ ચુકી છે.