ETV Bharat / sitara

'થલાઈવા' રજનીકાંત માસ્ક પહેરી કાર ચલાવતા જોવા મળ્યા, ફોટો વાઇરલ - રજનીકાંત લેમ્બોર્ગિની કાર

સુપરસ્ટાર રજનીકાંતની એક તસ્વીર સોશીયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઇ રહી છે. આ તસ્વીરમાં અભિનેતા તેમની લેમ્બોર્ગિની કારની અંદર માસ્ક પહેરી ડ્રાઈવ કરી રહ્યા છે.

'થલાઈવા' રજનીકાંત માસ્ક પહેરી કાર ચલાવતા જોવા મળ્યા, ફોટો થયો વાઇરલ

author img

By

Published : Jul 22, 2020, 4:14 PM IST

મુંબઇ: તમિલ સુપરસ્ટાર રજનીકાંતની કેટલીક તસ્વીરો સોશીયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે જેમાં તે માસ્ક પહેરીને તેમની લેમ્બોર્ગિની કાર ડ્રાઈવ કરી રહ્યા છે. આ તસ્વીરો તેમના ચાહકો ખૂબ જ ખુશ થઇ રહ્યા છે.

ટ્વીટર પર હૅશટૅગ લાયનઇનલેમ્બોર્ગિની ટ્રેન્ડ થઇ રહ્યો છે. એક યુઝરે આ તસ્વીર શેર કરતા કહ્યું, "જે ઉપદેશ આપે છે તે તેનું પાલન પણ કરે છે, રજનીકાંતે કારની અંદર પણ માસ્ક લગાવેલું છે."

અન્ય એક યુઝરે કહ્યું, "કોરોના મહામારીમાં જ્યારે બહાર જવાનું થાય ત્યારે પોતાની જાતને સુરક્ષિત રાખવાનું ઉત્તમ ઉદાહરણ છે."

રજની છેલ્લે એ આર મુરુગદોસની ફિલ્મ 'દરબાર'માં દેખાયા હતા. આ ફિલ્મમાં તેમની સાથે નયનતારા, નીવેથા થોમસ અને સુનીલ શેટ્ટી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મને રજનીના ચાહકોએ ખૂબ જ પસંદ કરી હતી.

અભિનેતા હવે કલાનિધી મારન દ્વારા નિર્મિત 'અન્નાત્થે'માં જોવા મળશે. જેમાં તેની સાથે કીર્તિ સુરેશ, નયનતારા, પ્રકાશ રાજ, સતીષ, ખુશ્બુ સુંદર મુખ્ય પાત્રો ભજવશે. આ ફિલ્મ આવતા વર્ષના પોંગલ બાદ રિલીઝ થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.