ETV Bharat / sitara

'અંગ્રેજી મીડિયમ': રાધિકાનો અભિનય જોઈને બિગ બી થયા ખુશ, આપી ખાસ ભેટ - news in Irfan Khan

ડાયરેક્ટર હોમી અદજાનિયાની ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ'માં અભિનેત્રી રાધિકા મદાને ઇરફાન ખાનની દિકરીની ભૂમિકા નિભાવી છે. આ ભૂમિકામાં તેનો શાનદાર અભિનય જોઈને બિગ બી એ તેમને પોતાના હાથે લખેલો પત્ર અને ફૂલો મોકલ્યાં છે.

radhika
અંગ્રેજી મીડિયમ
author img

By

Published : Mar 15, 2020, 12:46 PM IST

મુંબઇ: બૉલીવુડ અભિનેત્રી રાધિકા મદાનની ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ' હાલમાં જ રિલીઝ થઇ છે. તેમણે આ ફિલ્મમાં ઇરફાન ખાનની દિકરીની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મમાં રાધિકાનો શાનદાર અભિનય જોઈને બિગ બીએ પોતાના હાથે લખેલો પત્ર અને ફૂલો મોકલ્યાં છે. 24 વર્ષીય અભિનેત્રીએ શનિવારે તેના ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા.

અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, મને ખબર નથી કે મારે શું કહેવું અને શું લખવું. આ માટે મારી પાસે શબ્દો નથી અને હું ખૂબ જ ખુશ છું. મહાનાયકે મારા માટે સન્માનની વાત કરી છે. મારા સપનાને સાચું કરવા માટે સર તમારો આભાર.

ઉલ્લેખનીય છે કે, ઇરફાન ખાન ઘણા લાંબા સમયની બીમારી પછી પડદા પર પાછા ફર્યા છે. ઇરફાન ખાનને 2018માં ન્યૂરોએન્ડોક્રાઇન ગાંઠનું કેન્સર થયું હતું. ત્યારબાદ તે સારવાર માટે લંડન ગયા હતા. બીમારીથી જીતીને તે પાછા ફર્યા છે. 'અંગ્રેજી મીડિયમ' 2017ની ફિલ્મ હિન્દી મીડિયમની સિક્વલ છે. જેમાં ઇરફાન અને સબા કમર મુખ્ય ભૂમિકામાં હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.