ETV Bharat / sitara

પ્રભાસ અને પૂજા હેગડેની સ્ટારર ફિલ્મ "રાધે શ્યામ"નું ટીઝર રિલીઝ - રાધે શ્યામનું ટીઝર રિલીઝ

આજે વેલેન્ટાઇન ડે છે ત્યારે આ અવસરે પ્રભાસ અને પૂજા હેગડે અભિનીત રોમેન્ટિક ફિલ્મ 'રાધે શ્યામ' નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.પ્રભાસે વેલેન્ટાઇન ડે પર 'રાધે શ્યામ' નું એક સુંદર ટીઝર શેર કર્યું હતું. આ ફિલ્મ 30 જુલાઈએ રિલીઝ થશે.

રાધે શ્યામ
રાધે શ્યામ
author img

By

Published : Feb 14, 2021, 1:09 PM IST

  • પ્રભાસ અને પૂજા હેગડેની સ્ટારર ફિલ્મ "રાધે શ્યામ"નું ટીઝર રિલીઝ
  • વેલેન્ટાઇન ડે પર ટીઝર રિલીઝ
  • ફિલ્મ 30 જુલાઈએ રિલીઝ થશે

હૈદરાબાદ: તેલુગુ સુપરસ્ટાર પ્રભાસે વેલેન્ટાઇન ડે પર તેની આગામી ફિલ્મ "રાધે શ્યામ"નું ટીઝર રિલીઝ કર્યું હતું. ટીઝરમાં ફિલ્મની રિલીઝ ડેટ વિશે પણ જણાવામાં આવ્યું છે.આજે સવારે પ્રભાસે "રાધે શ્યામ"નું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે, જેમાં તે પૂજા હેગડે સાથે ઇટાલિયન ભાષામાં ફ્લર્ટ કરતો જોવા મળી રહ્યો છે.

પ્રભાસે વેલેન્ટાઇન ડે પર ટીઝર રિલીઝ કર્યું

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

વેલેન્ટાઇન ડે પર ટીઝર શેર કરતાં પ્રભાસે લખ્યું કે, "પ્રેમનો દિવસ ઉજવો "રાધે શ્યામ" ની એક ઝલક સાથે."લગભગ એક દાયકા પછી પ્રભાસ એક રોમેન્ટિક પાત્ર ભજવતો જોવા મળશે જે ખુબ જ રસપ્રદ છે. પ્રભાસને છેલ્લે 'ડાર્લિંગ'માં લવર બોયના અવતારમાં જોવા મળ્યો હતો.

પ્રભાસ અને પજા હેગડે મુખ્ય પાત્રમાં જોવા મળશે

'રાધેશ્યામ' રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત બહુભાષીય ફિલ્મ છે અને ગુલશન કુમાર અને ટી-સિરીઝ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. તે યુવી ક્રિએશન્સ દ્વારા નિર્મિત ફિલ્મ છે. આ ફિલ્મમાં પ્રભાસ અને પૂજા હેગડે મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે સચિન ખેડકર, પ્રિયદર્શી, ભાગ્યશ્રી, મુરલી શર્મા પ્રમુખ ભૂમિકામાં છે.

'રાધે શ્યામ' 30 જુલાઈના રોજ થિયેટરમાં રિલીઝ થશે

પૂજા હેગડેએ ટીઝર શેર કરી લખ્યું, 'આ વેલેન્ટાઈન, આવો આપણે વર્ષના સૌથી મોટા અનાઉન્સમેન્ટ સાથે પ્રેમનું જશ્ન મનાવીએ. 'રાધે શ્યામ' તમારા નજીકના થિયેટર્સ માં 30 જુલાઈના રોજ રિલીઝ થશે.' પ્રભાસ અને મેકર્સે પણ ટીઝર શેર કરીને આ કેપ્શન લખ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.