ગ્રેમી અવોર્ડ 2020: પ્રિયંકાના લુક પર બધા ઘાયલ, દેશી ગર્લ બની ગોલ્ડન ગર્લ - latest news of priyanke chopra
દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પ્રિ-ગ્રેમીજ પાર્ટી લુક શેર કર્યો હતો. જેમાં તે શૈંપેન સાટન બૈકલેસ ગાઉનમાં જોવા મળી હતી.
લોસ એંજિલસઃ અમેરિકામાં 62માં ગ્રેમી અવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિ-ગેમીજ પાર્ટીનો ફોટો એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જેમાં તે ગોલ્ડન બૈકલેસ ગોલ્ડન ડ્રેસમાં હૉટ લાગી રહી છે. જો કે, આમ પણ પ્રિયંકા ચોપરા પોતાના ફેશન સ્ટેટમેન્ટને કારણે ખુબ ચર્ચામાં રહેતી હોય છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
પ્રિયંકાની તસવીર પર પ્રતિક્રિયા આપતાં અભિનેત્રી મૃણાલ ઠાકોરે કોમેન્ટ કરી કે, 'ઓહ માઈ ગોડ, સો હૉટ'. તો અમેરિકી અભિનેત્રી હિલેરી ડફે કોમેન્ટ કરતાં લખ્યું 'પ્રિટી' પ્રિયંકાના આ લુકની બૉલિવૂડ અને હૉલીવૂડ સ્ટાર્સ પ્રશંસા કરી રહ્યાં છે. બીજી બાજુ ઈન્સ્ટાગ્રામ પર દેશી ગર્લના ફેન્સ આ ફોટાને ખુબ જ પસંદ કરી રહ્યાં છે.
તમને જણાવી દઈએ કે, અમેરિકામાં 62મા ગ્રામી એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હૉલીવૂડ સ્ટાર્સે કાર્પેટ પર અને સ્ટેજ પર આગ લગાવી હતી. ગ્રેમી અવોર્ડ 2020માં એક વાર ફરી સિંગર લેડી ગાગાને વિઝયુઅલ મીડિયા માટે બેસ્ટ સોન્ગ રાઈટિંગનો અવોર્ડ મળ્યો હતો.
Conclusion: