લોસ એન્જલસ: વિ'દેશી' ગર્લ પ્રિયંકા ચોપરા જોનાસ આ સંકટની ઘડીમાં ફરી એકવાર મદદ માટે આગળ આવી છે. તેમણે આ રોગચાળામાં સમાજીક સંસ્થાા બોન વીવમાં મહિલાઓને ટેકો આપવા માટે એક લાખ ડોલરની આર્થિક મદદ કરી છે.
પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર જાણ કરતાં લખ્યું છે કે, તેને આગામી કેટલાક અઠવાડિયામાં એક બ્રાન્ડ સાથે પ્રમોશનલ ઇવેન્ટ લોન્ચ કરવી હતી પરંતુ કોરોનાવાયરસને કારણે તેણે તેની આ યોજના મુલતવી રાખવાનો નિર્ણય લીધો. અને હવે તે પ્રોજેક્ટનું રોકાણ આ મહિલાઓને મદદ કરવામાં ઉપયોગ કરશે, જેમને મદદની સખત જરૂર છે. જે મહિલાએ કોરોના સામેની લડતમાં સમાજમાં ઉત્કૃષ્ટ કામ કરી લોકોની સહાયતા કરી રહી છે.
પ્રિયંકાએ એક વીડિયો શેર કરતા યુઝર્સને અપીલ કરી કે તેઓ આવી મહિલાઓને નોમિનેટ કરે.