ETV Bharat / sitara

પ્રિયંકા ચોપરાએ બોલીવૂડમાં 20 વર્ષ પૂર્ણ કર્યા, ઈન્સ્ટાગ્રામ પર 'મિસ ઇન્ડિયા'ની સફરને યાદ કરતો વીડિયો શેર કર્યો - પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર

પ્રિયંકા ચોપડાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. તેને કેપ્શનમાં લખ્યું કે, તેણે વર્ષ 2020માં એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા કર્યા છે. અભિનેત્રીએ જૂનો વીડિયો શેર કરતા જણાવ્યું કે, આ સફર વર્ષ 2000માં ફેમિના મિસ ઇન્ડિયાથી શરૂ થઈ હતી. જે બાદ તેણે ક્યારેય પાછળ વળી જોયું નથી.

પ્રિયંકા ચોપરાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂર્ણ થતા ઇન્સ્ટાગ્રામ પર 'મિસ ઇન્ડિયા' ની સફરને યાદ કરતા વીડિયો શેર કર્યો

author img

By

Published : Jul 24, 2020, 4:22 PM IST

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પોતાની મહેનત અને લગનથી વિશ્વભરમાં એક ખાસ ઓળખ બનાવી છે.

આ વર્ષે, પ્રિયંકાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ પ્રસંગે અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે 'મિસ ઇન્ડિયા'ની સફરને યાદ કરતી જોવા મળે છે. પ્રિયંકાના આ વીડિયોમાં તેણે જણાવ્યું હતું કે, તેને બિલકુલ આશા ન હતી કે, તે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતશે. આ સાથે, અભિનેત્રીએ કહ્યું કે, ત્યારબાદ, તેણે ટ્રેનની ટિકિટ બુક કરાવી હતી, કારણ કે પરત જઇને બોર્ડની પરીક્ષા આપવાની હતી.

પ્રિયંકાએ શેર કરેલો આ વીડિયો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તે કોમેન્ટ બોક્સમાં પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

અભિનેત્રીએ વીડિયોમાં કહ્યું હતું કે, "હું 20 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છું. આ સફર ફેમિના મિસ ઈન્ડિયાના પેજન્ટ 2000 માં શરૂ થઇ હતી."

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ફેમિના મિસ ઈન્ડિયાની વિજેતા માટે પ્રિયંકા ચોપરાનું નામ લેવામાં આવ્યું હતું. આ તરફ, અભિનેત્રીએ જૂના દિવસોને યાદ કરીને કહ્યું, "વાહ, આ જુઓ, મને બિલકુલ આશા ન હતી કે હું જીતીશ. મેં ટ્રેનની ટિકિટ બુક કરાવી હતી કારણ કે મારે પરત જઈ બોર્ડની પરીક્ષા આપવાની હતી. પરંતુ, મને તાજ પહેરવામાં આવ્યો હતો. ત્યારથી, 20 વર્ષ વીતી ગયા, મેં ક્યારેય પાછળ વળી જોયું નથી."

આ પહેલા પ્રિયંકાએ એક વીડિયો શેર કર્યો હતો અને કહ્યું હતું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા થવા પર તે આ સફરની 20 યાદગાર પળો પોતાના ફેંસ સાથે શેર કરશે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, પ્રિયંકાએ થોડા દિવસો પહેલા એમેઝોન સાથે મલ્ટી-મિલિયન ડોલરની ડીલ સાઈન કરી છે. તે તેના પ્રોડક્શન હાઉસ પર્પલ પેબલ દ્વારા એમેઝોન સાથે ઉત્તમ કન્ટેન્ટ બનાવવા જઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.