ETV Bharat / sitara

કેટરીનાએ પ્રિયંકા સાથેની સેલ્ફી શેર કરી, જાણો શું લખ્યું?

પ્રિયંકા ચોપરા જોનાસ અને કેટરીના કેફે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક સુંદર તસવીર શેર કરી છે. જે તેમના ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. હાલ, પ્રિયંકા ચોપરા થોડા દિવસ માટે ઈન્ડિયા આવી છે, ત્યારે કેટરીના પ્રિયંકા ચોપરા સાથે સમય વિતાવતી જોવા મળી હતી.

priyanka
priyanka
author img

By

Published : Feb 25, 2020, 11:36 AM IST

મુંબઈઃ બૉલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોન્સ હાલ મુંબઈમાં છે, ત્યારે અભિનેત્રી કેટરીના કૈફે તેની સાથે ક્વૉલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો. કેટરીનાએ તેના ઈસ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રિંયકા સાથેની એક તસવીર શેર કરી છે. જેમાં તે બંને સાથે દેખાઈ રહ્યાં છે. આ તસવીરની કેપ્શનમાં લખ્યું હતું કે, "એક છોટી સી મેકઅપ પાર્ટી, કથકના દિવસથી આજદિન સુધી તારી સાથે ઘણી મજા આવી."

બીજી તરફ પ્રિંયકા ચોપરાએ પણ આ જ તસવીર શેર કરતાં લખ્યું હતું કે,"ઈન મેકઅપ કે સામાન કે લીએ શુક્રિયા. આ તમામ પ્રોડક્ટ ખૂબ સારા છે." નોંધનીય છે કે, કેટરીના કૈફે પોતાનું જ એક મેકઅપ બ્રાન્ડ લૉન્ચ કર્યુ છે. જેમાંથી જ તેણે પ્રિયંકા ચોપરાને ગિફ્ટ આપી હતી.

કેટરીના અને પ્રિયંકાનું બૉન્ડિંગ હાલમાં થયેલા પ્રિયંકાના વિવાદમાં સામે આવ્યું હતું. થોડા સમય અગાઉ પ્રિયંકાએ ગ્રૈમી અવોર્ડસ 2020માં પહેરેલા ડીપ નેક ડ્રેસ પર વિવાદ થયો હતો, ત્યારે કેટરીનાએ તેનો બચાવ કરતી જોવા મળી હતી. તેણે કહ્યું હતું કે, "મને ખરેખ ખબર નથી કે, લોકોને તેના આઉટફીટને લઈને કેમ આટલો વિવાદ કરી રહ્યાં છે. મેં તેને જોઈ હતી. તે ઘણી સુંદર લાગતી હતી."

અભિનેત્રીઓના વર્કફ્રન્ટની વાત કરીએ તો, કેટરીના કૈફ હાલ રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશીં’માં અક્ષય કુમારના અપોઝિટ જોવા મળશે, તો પ્રિયંકા ચોપડા રાજકુમાર રાવ સાથે એક ફિલ્મ જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.