ETV Bharat / sitara

ફરહાન અખ્તર નિર્દેશિત ફિલ્મ 'જી લે ઝરા'માં પ્રિયંકા ચોપરા જોનસ, કેટરીના કૈફ, આલિયા ભટ્ટ એક સાથે જોવા મળશે - Ji Le Zaraa'

બોલિવુડ અને હોલિવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસ અવારનવાર પોતાની ફિલ્મો, લુક, સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે મંગળવારે પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જોકે, આ ફોટોમાં પ્રિયંકાની સાથે સાથે અભિનેત્રી કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ જોવા મળી રહી છે. આ ફોટોને જોતા ત્રણેયના ફેન્સમાં ઘણી ખુશી જોવા મળી રહી છે.

ફરહાન અખ્તર નિર્દેશિત ફિલ્મ 'જી લે ઝરા'માં પ્રિયંકા ચોપરા જોનસ, કેટરીના કૈફ, આલિયા ભટ્ટ એક સાથે જોવા મળશે

author img

By

Published : Aug 11, 2021, 3:51 PM IST

  • પ્રિયંકા ચોપરા જોનસે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો ફોટો
  • ફોટોમાં પ્રિયંકા અભિનેત્રી કેટરીના અને આલિયા સાથે જોવા મળી
  • ત્રણેય અભિનેત્રી સાથે ફરહાન અખ્તર બનાવી રહ્યા છે એક ફિલ્મ

અમદાવાદઃ બોલિવુડ અભિનેતા, લેખક, નિર્દેશક ફરહાન અખ્તરે મંગળવારે ટ્વિટર પર એક જાહેરાત કરી છે કે, તેઓ પોતાની આગામી ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે. તે ફિલ્મમાં પ્રિયંકા ચોપરા જોનસ, કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ જોવા મળશે. જોકે, આ પહેલા પ્રિયંકાએ પણ ઈન્સ્ટાગ્રામ પર ત્રણેયનો ફોટો શેર કરી આ અંગે માહિતી આપી હતી.

ફરહાનની ફિલ્મ "દિલ ચાહતા હૈ" ના 20 વર્ષ પૂર્ણ

આ ફિલ્મનું નામ છે 'જી લે ઝરા' છે. ફરહાને પોતાની ફિલ્મ 'દિલ ચાહતા હૈ'ના 20 વર્ષ પૂર્ણ થવાના કારણે એક મોટી જાહેરાત કરી છે. આ સાથે જ ફરહાનના ફેન્સમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે જ ફરહાને ટ્વિટર પર પોતાની આગામી ફિલ્મ 'જી લે ઝરા' ફિલ્મની જાહેરાત કરી છે. ફરહાન આ ફિલ્મનું નિર્દેશન કરશે અને આ ફિલ્મમાં ત્રણેય અભિનેત્રી પહેલી વખત એક સાથે જોવા મળશે.

વર્ષ 2022માં શૂટિંગ શરૂ થશે

ફરહાન અખ્તરે ટ્વિટર પર ફિલ્મને લઈને જાહેરાત કરતા લખ્યું હતું કે, શું કોઈએ રોડ ટ્રિપ અંગે કહ્યું છે? નિર્દેશક તરીકે પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરતા હું ખૂબ જ ઉત્સુક છું. તેમ જ દિલ ચાહતા હૈ ફિલ્મને 20 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે શું થઈ શકે છે. ફરહાનની 'જી લે ઝરા' ફિલ્મનું શૂટિંગ ત્રણેય અભિનેત્રી વર્ષ 2022માં શરૂ કરશે.

આ પણ વાંચો: અભિનેત્રી ભૂમિ પેડનેકરે 'રક્ષાબંધન' ફિલ્મનું શિડ્યુઅલ કર્યું પૂર્ણ, ફરી એક વાર અક્ષય કુમાર સાથે જોવા મળશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.