હૈદરાબાદઃબોલિવૂડની 'દેશી ગર્લ' પ્રિયંકા ચોપરા (priyanka chopra) હાલમાં એક બાળકની માતા બની છે. પ્રિયંકા અને નિક જોનસ સરોગસી દ્વારા સંતાન સુખ પ્રાપ્ત થયું છે. પ્રિયંકા ચોપરાના માં બન્યા બાદ સોશિયલ મીડિયા (Priyanka Chopra instagram Account) પર તેણે કમબેક કર્યું છે. તેણે એક પોસ્ટ શેર કરી છે, જેના પર સોશિયલ મીડિયા (Social Media) યુઝર્સ પોત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી
પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ જોઈને તેના ચાહકો ઘણા ખુશ થઈ ગયા છે. પ્રિયંકાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે મિરર સેલ્ફી શેર કરી છે, જેમાં તે કારમાં બેઠી છે. ફોટો શેર કરતા અભિનેત્રીએ કહ્યું કે, 'લાઇટ સહી મહેસૂસ કરતી હૈ'. પ્રિયંકાના ફોટા જોતા ચહેરા પરની ચમક સ્પષ્ટ દેખાઈ રહી છે. બીજા ફોટોમાં તે શેડ્સ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો: અનન્યા પાંડેએ હજારોના આઉટફિટમાં આપ્યાં કાતિલ પોઝ..સુહાના ખાને આપી પ્રતિક્રિયા
પ્રિયંકાની આ તસવીરોને 13 લાખથી વધુ લાઈસ
પ્રિયંકા ચોપરાની આ સેલ્ફી જોઈને તેના ચાહકોનો દિવસ બની ગયો છે અને તે તેને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. પ્રિયંકાના એક પ્રશંસકે લખ્યું, 'હેલો મમ્મી. બીજી તરફ અન્ય એક ફેને લખ્યું કે, 'વેલકમ બેક મમ્મી'. આ સાથે પ્રિયંકાના ચહેરા પરની ચમક જોઈને ફેન્સ તેના વખાણ પણ કરી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું, 'શું ચમક છે. પ્રિયંકાની આ તસવીરોને 13 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે.
આ પણ વાંચો: Sunil Grover Heart Surgery: પ્રખ્યાત કોમેડિયન સુનીલ ગ્રોવરે કરાવી હાર્ટ સર્જરી, ફેન્સે કહ્યું..