ટોરંટો ફિલ્મ ફેસ્ટીવલ 2019માં પ્રિયંકા ચોપરાએ રેડ કાર્પેટમાં યુનિક સ્ટાઈલમાં વાપસી કર્યા બાદ અભિનેત્રીએ ઈસ્ટાગ્રામ પર આ ઈવેન્ટની સ્ટોરી શેર કરી હતી. જેમાં તે ફેંન્સને ઓટોગ્રાફ આપતી દેખાઈ રહી છે.
પ્રિયંકા પોતાના આ લૂકમાં ખૂબસુરત દેખાઈ રહી છે. તેણે ડ્રેશમાં બ્લેક કલરની સાટન બેલ્ટ પણ નાખ્યો હતો. જેના કારણે તેના લૂકમાં ઓર નિખાર આવી ગયો હતો. સાથે સાથે હિરોઈન ઘણી અટ્રેક્ટિવ પણ લાગી રહી હતી. અભિનેત્રી હાલના દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકને વિશ્વરભરમાં પ્રમોટ કરવા માટે ફિલ્મ મહોત્સવમાં સામેલ થઈ રહી છે. આ ફિલ્મમાં ફરહાન અખ્તર, રોહિત સરાફ અને જાયરા વસીમ પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
પ્રિયંકા ચોપરાએ ઈસ્ટાગ્રામ પર આ ઈવેન્ટની સ્ટોરી પણ શેર કરી છે, જેમાં તે રેડ કાર્પેટ પર ફેન્સને ઓટોગ્રાફ આપતી દેખાઈ રહી છે. તો વળી અન્ય એક તસ્વીરમાં તે પોતાની ફિલ્મના કાસ્ટ સાથે તથા સહ કલાકારો સાથે પોઝ આપતી દેખાઈ રહી છે.
ત્રણ વર્ષના લાંબા વિરામ બાદ અભિનેત્રી આ ફિલ્મ સાથે બોલીવૂડમાં ફરી વાપસી કરી છે.આ ફિલ્મ એશા ચૌધરીના જીવન પર આધારિત છે. આ ફિલ્મ 11 ઓક્ટોબરના રોજ સિનેમાઘરમાં જોવા મળશે. પ્રિયંકા ચોપરા છેલ્લે ઈઝંટ ઈટ રોમાંટિકમાં જોવા મળી હતી.