મુંબઈ: ટ્વિટર હાલ સેલિબ્રિટી કપલ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra Instagram Account) અને નિક જોનસને ટ્રોલ કરી રહેલા ટીકાકારોથી છલકાઈ ગયું છે. શનિવારે દંપતીએ તેમના ફેન્સ અને તેના ફોલોઅર્સ સાથે સરોગસી દ્વારા માતા-પિતા બનવાની ખુશી ઇન્સ્ટાગ્રામ પર શેર (Priyanka Chopra Share Goodnews) કરી હતી.
દંપતીએ માતાપિતા બનવાની ખુશી શેર કરી ઇન્સ્ટાગ્રામ પર
દંપતીએ માતાપિતા બનવાના સમાચાર શેર કર્યા પછી તરત જ, ચાહકો અને તેમના સેલિબ્રિટી મિત્રોએ તેમને શુભકામનાઓ પાઠવી હતી. જો કે, સોશિયલ મીડિયા (social media) વપરાશકર્તાઓના એક વર્ગે કપલને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું અને કટાક્ષ કર્યો કે, પ્રિયંકાએ ગર્ભાવસ્થાના દુખાવાથી બચવા માટે સરોગેટ મધર પસંદ કર્યું છે.
સોશિયલ મીડિયા ઉપયોગકર્તાઓએૅ કરી પીસીને ટ્રોલ
"હું ઈચ્છું છું કે, @priyankachopra અને @nickjonas અભિનંદન #Priyankachopra #NickJonas #surrogacy, પરંતુ શું શ્રીમંત લોકો માટે આ પદ્ધતિ પસંદ કરવાનો ટ્રેન્ડ બની ગયો નથી? જો કે આ પદ્ધતિ જેમને માતા-પિતા બનવામાં સમસ્યા હોય તેમને મદદ કરવા માટે વિકસાવવામાં આવી હતી," એક ટ્વિટર યુઝરે લખ્યું. બીજા એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, "તે માતાઓને કેવું લાગે છે, જ્યારે તેઓ સરોગસી દ્વારા તેમના તૈયાર બાળકો મેળવે છે? શું તેઓ બાળકોને જન્મ આપનારી માતાઓ જેવી જ બાળકો પ્રત્યે લાગણી ધરાવે છે?"
પીસીના ચાહકો આવ્યાં સમર્થનમાં
ત્રીજા યુઝરે ટ્વીટ કર્યું કે, "સરોગસી દ્વારા બાળકને જન્મ આપવા કરતાં માતા ન બનવું વધુ સારું છે, જ્યાં સુધી માતાનું લોહી બાળકમાં વહેતું નથી, ત્યાં સુધી કોઈ વ્યક્તિને માતૃત્વની લાગણી કેવી રીતે હોઈ શકે." આ સાથે પીસીના ચાહકો પણ સ્ટાર્સના સમર્થનમાં બહાર આવ્યા અને દરેકને તેમની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરી હતી.
આ પણ વાંચો:
ઈબ્રાહિમ-પલક બાદ કરીના કપૂર ખાન હાથમાં ડ્રિંક લઈને ડાન્સ કરતો વીડિયો વાયરલ
Priyanka Chopra becomes mother: શું છે સરોગસી, જેનાથી પ્રિયંકા ચોપરા બની માતા, ભારતમાં છે આ કાયદો...