મુંબઇઃ મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડેની મુંબઇ પોલીસે લોકડાઉનના નિયમોના ઉલ્લંઘનના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર, તે પોતાના બોયફ્રેન્ડ સાથે કોઇ કારણ વગર ફરતી જોવા મળી હતી.
મળતી માહિતી મુજબ મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેની ઉપર IPC કલમ 188, 269 અને 51 (B) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પૂનમ અને તેનો બોયફ્રેન્ડ સેમ પર સરકારી આદેશનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.
આ પહેલા પણ પૂનમ પાંડેએ હાલમાં જ પોતાના બોયફ્રેન્ડની સાથે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં બંને એક બીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. જો કે, કોરોનાને કારણે બંનેના ચહેરા પર રુમાલ બાંધેલા છે. લોકડાઉન દરમિયાન કપલના ઘણા ફોટાઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે.
આ વખતે બંનેએ બહાર ફરવાનો નિર્ણય વધુ ભારે પડ્યો છે.
પૂનમ હંમેશા પોતાના બોલ્ડ અવતાર માટે ચર્ચામાં રહે છે. તેમના ફોટો અને વીડિયો ઇન્ટરનેટ પર ઘણી વાર વાઇરલ થતા રહે છે.