મુંબઈઃ અભિનેત્રી પૂજા હેગડે અને એલ્નાઝ નોરોઝીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું હતું. પરંતુ હવે બંનેની પ્રોફાઇલ ફરીથી રિસ્ટોર કરવામાં આવી છે.
પૂજાએ ઇંસ્ટાગ્રામ સ્ટોરીઝ પર પોતાનો અનુભવ શેર કર્યો છે. તેમણે લખ્યું કે, "મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સુરક્ષા માટે ખૂબ જ તણાવપૂર્ણ સમય પસાર થયો. આ મુશ્કેલ સમયમાં તાત્કાલિક મદદ માટે મારી તકનીકી ટીમનો આભાર. અંતે મારુ ઈન્સ્ટાગ્રામ મારા હાથ પર આવી ગયું છે.
પુજાએ વધુમાં કહ્યું કે,' આ સિવાય જો મારા અકાઉન્ટમાંથી કોઈ પણ મેસેજ કે પોસ્ટ થઈ હોય તો તે પુર્વવત હશે. મને આશા છે કે આ દરમિયાન તમે કોઈએ વ્યકિતગત જાણકારી નહી આપી હોય, આભાર..'
આની વચ્ચે સેક્રેડ ગેમ્સની અભિનેત્રી એલનાઝ નોરોજીને પણ આવો અનુભવ થયો છે. થોડા દિવસો પહેલા તેનું પણ અકાઉન્ટ હૈક થયું હતુ. જોકે હાલ તેનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ રિકવર થઈ ગયું છે. અભિનેત્રી ખુશ છે કે આ દરમિયાન કોઈ પણ પ્રકારની ગડબડી થઈ નથી.
આ અંગે અલનાજે કહ્યું કે, ' મારુ ઈન્સ્ટાગ્રામ હૈક થઈ ગયું હતું. હું મારા મિત્રોને સંદેશ મોકલવા અને કે સંબંધિત પોસ્ટ કરતા વ્યકિત માટે હું ચિંતિત હતી. પણ મારી ટીમે મને અકાઉન્ટ રિકવર કરવામાં મદદ કરી અને ફાઈનલી મારુ અકાઉન્ટ રિકવર થઈ ગયુ છે.