મુંબઈઃ એસિડ એટેક અંગે ટિકટોક સ્ટાર ફૈઝલ સિદ્દીકીનો એક વીડિયો આજકાલ ચર્ચામાં છે. આ વીડિયોને લઈ ગણી આલોચના થઈ રહી છે. આ રાષ્ટ્રીય મહિલા આયોગે પણ પગલા લેવાની વાત કરી છે. અને હવે અભિનેત્રી પૂજા ભટ્ટે પણ આ વીડિયોને લઈ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
વાઈરલ વીડિયોમાં ફૈઝલ એક એવા યુવકની એક્ટિંગ કરે છે, જે પોતાની પ્રેમિકાને ગુમાવ્યાં પછી ખુબ જ દુઃખી છે. વધુમાં વીડિયોમાં તે તેની પ્રેમિકાને કહે છે કે તે તને છોડી દેશે, જેના માટે તે મને છોડી દીધો. ત્યાર બાદ તે યુવક તેની પ્રેમિકા પર એસિડ ફેંકે છે અને યુવતીનો ચહેરો અને તેની સુંદરતા બળી જાય છે.
-
What on earth is wrong with people? This is depraved. How can you allow this kind of content on your platform @TikTok_IN This man needs to be taken to task. As for the woman in the video-do you realise what immense harm you are causing by participating in this? https://t.co/I5OLTEZGVe
— Pooja Bhatt (@PoojaB1972) May 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">What on earth is wrong with people? This is depraved. How can you allow this kind of content on your platform @TikTok_IN This man needs to be taken to task. As for the woman in the video-do you realise what immense harm you are causing by participating in this? https://t.co/I5OLTEZGVe
— Pooja Bhatt (@PoojaB1972) May 18, 2020What on earth is wrong with people? This is depraved. How can you allow this kind of content on your platform @TikTok_IN This man needs to be taken to task. As for the woman in the video-do you realise what immense harm you are causing by participating in this? https://t.co/I5OLTEZGVe
— Pooja Bhatt (@PoojaB1972) May 18, 2020
પુજા ભટ્ટે આ અંગે રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, ' ધરતી પર લોકો સાથે શું ખોટું થયું..? તે ખુબ જ વિકૃત છે. @TikTok_IN તમે તમારા પ્લેટફોર્મ પર આવું કન્ટેન્ટ રજૂ કરવાની પરવાનગી કેવી રીતે આપી શકો છો. '
ગત દિવસોમાં રાષ્ટ્રીય મહિલા આયોગની ચેરપર્સન રેખા શર્માએ ટ્વિટ કરી કહ્યું હતું કે, તે મામલાને પોલીસ પાસે લઈ જશે અને પોતે પણ આ મામલે કાર્યવાહી કરશે. નોંધનીય છે કે હાલ સોશિયલ મીડિયાાં ટિકટોક વર્સીસ યુટ્યુબ ની જંગ તો ચાલી જ રહી છે. તેમજ કેટલાક લોકોએ ટિકટોકને બેન કરવાની માંગ કરી રહ્યાં છે.