ETV Bharat / sitara

બંગાળમાં રાજકીય પાર્ટીઓ સરકાર રચવા ફિલ્મી કલાકારોના સહારે

પશ્ચિમ બંગાળમાં આગામી ચૂંટણીને લઈને ઘણા ફિલ્મી કલાકારો રાજનીતિમાં સામેલ થઈ રહ્યા છે. ગયા અઠવાડિયે અભિનેત્રી સયાની ઘોષ, કંચન મલ્લિક, નિર્દેશક રાજ ચક્રવર્તી અને કોલકાતાના ફિલ્મ અને ટેલિવિઝનના ઘણા એવા કલાકારો છે જે સત્તાધારી પક્ષમાં જોડાયા હતા.

author img

By

Published : Mar 4, 2021, 11:01 AM IST

બંગાળમાં રાજકીય પાર્ટીઓ સરકાર રચવા ફિલ્મી કલાકારોના સહારે
બંગાળમાં રાજકીય પાર્ટીઓ સરકાર રચવા ફિલ્મી કલાકારોના સહારે
  • બંગાળમાં ઘણા ફિલ્મી કલાકારો રાજનીતિમાં જોડાયા
  • ટેલિવિઝન કલાકારોએ પણ રાજકીય પાર્ટીઓનો હાથ પકડ્યો
  • તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ બંને જોડાયા ફિલ્મી કલાકારો

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને લઈને માહોલ ગરમ છે. રાજકીય પાર્ટીઓએ હવે સ્થાનિક સિનેમાના કલાકારો માટે પોતાની પાર્ટીના દરવાજા ખોલી દીધા છે. રાજકીય પાર્ટી સ્થાનિક ફિલ્મી કલાકારોને મુખ્યધારાની રાજનીતિમાં સામેલ થવા માટે વૈકલ્પિક કરિયરની રજૂઆત કરી રહી છે. બંગાળ ટોલીવુડ હસ્તીઓનો એક સમૂહ હાલમાં જ રાજ્યની સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ અને તેની કટ્ટર હરીફ ભાજપ બંનેમાં સામેલ થયા છે.

રાજ્યસભા નેતા ડેરેક ઓ'બ્રાયને પાર્ટીમાં જોડાયેલા ફિલ્મી કલાકારોને માર્ગદર્શન આપ્યું

ગયા અઠવાડિયે અભિનેત્રી સયાની ઘોષ, કંચન મલિક, નિર્દેશક રાજ ચક્રવર્તી અને કોલકાતાના ફિલ્મ અને ટેલિવિઝનના અનેક કલાકારોએ સત્તાધારી પક્ષનો હાથ પકડી લીધો છે. રાજકીય પાર્ટીઓ પણ હવે ફિલ્મી કલાકારોના સહારે પોતાનો પ્રચાર કરવા માગે છે અને સત્તા પર આવવા માગે છે. આ ઉપરાંત અભિનેત્રી સયાંતિકા બંધોપાધ્યાય પણ બુધવારે રાજ્યના શિક્ષા પ્રધાન પાર્થ ચેટર્જીની ઉપસ્થિતિમાં તૃણમુલમાં સામેલ થઈ છે. રસપ્રદ વાત તો એ છે કે, તૃણમુલ કોંગ્રેસે બુધવારે પ્રખ્યાત હસ્તીઓ માટે એક અલગ જ કાર્યશાળાનું આયોજન કર્યું હતું, જ્યાં પાર્ટીના રાજ્યસભા નેતા ડેરેક ઓ'બ્રાયને તમામ નવા કલાકારો કે જેમણે તેમની પાર્ટી જોઈન કરી છે તેમને માર્ગદર્શન આપ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.