બનાસકાંઠા: જિલ્લામાં અકસ્માતોની વણઝાર જાણે કે થોભવાનું નામ નથી લઈ રહી. આ દરમિયાન ડીસા ખીંમત રોડ પર મોડીરાત્રે ગરબા જોઈને પરત ફરી રહેલા ઘાડા ગામના ત્રણ યુવાનોને અકસ્માત નડ્યો હતો. જેમાં ત્રણ યુવાનના મોત નિપજતાં સમગ્ર ગામમાં ચકચાર મચ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધાનેરાના ખીંમત રોડ પર મોડીરાત્રે ફોર્ચ્યુનર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ડીસા તાલુકાના ઘાડા ગામના ત્રણ યુવાનોના મોત નીપજ્યાં હતાં.
અકસ્માતના પગલે ધાનેરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આજે સવારે ડીસા તાલુકાના ધાડા ગામે એકસાથે ત્રણ યુવાનોની સ્મશાનયાત્રા નીકળતાં આખું ગામ હીબકે ચડયું હતું. ખીંમત ગામ સહિત દરબાર સમાજમાં શોકનો માહોલ છવાયો હતો.
મહીપતસિંગ વાઘેલા, પંકજસિંહ વાઘેલા, યોગેન્દ્રસિંહ વાઘેલા અને મહાવીરસિંહ વાઘેલા નામના યુવકો પોતાનું મોટરસાયકલ લઈને ધાનેરાના ખીમંત ગામે ગરબા જોવા માટે ગયા હતા. ચારેય મિત્રો રાત્રિના સાડા અગિયાર વાગ્યાના અરસામાં ગરબા જોઈને પરત પોતાના ગામ ધાડા જઈ રહ્યા હતા, ત્યારે ખીમંત ગામના ઉમેદપુરાના પાટીયા પાસે સામેથી આવી રહેલી ફોર્ચ્યુનર કારના ચાલકે ટક્કર મારતા રસ્તા પર મરણ ચીસો ગુંજી ઉઠી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચો: