મુંબઈઃ સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસે યશરાજ ફિલ્મ્સ(YRF)ના કાસ્ટ કરનારી પ્રખ્યાત કાસ્ટીંગ ડાયરેક્ટર શાનુ શર્માની શનિવારે પૂછપરછ કરી હતી. YRFના કાસ્ટીંગ ડાયરેક્ટરની પૂછપરછ બાંદ્રા પોલીસ મથક ખાતે કરવામાં આવી હતી.
અભિનેતાની પોસ્ટમોર્ટમ રિપોર્ટમાંથી જાણવા મળ્યું કે, સુશાંતનું મોત શ્વાસ રૂંધાવાથી થયું છે. સુશાંતે આત્મહત્યા કરી છે. તે વાતની પણ પુષ્ટી આ રિપોર્ટમાં કરવામાં આવી છે. સુશાંતસિંહનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ 5 ડૉક્ટરની એક ટીમે તૈયાર કર્યો હતો. હાલ પોલીસ આંતરની તપાસના રિપોર્ટની રાહ જોઈ રહી છે.
મુંબઈ પોલીસે સુશાંતસિંહ આત્મહત્યા કેસમાં અત્યાર સુધીમાં કુલ 23 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. જેમાં તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેનો મીત્ર અને ડાયરેક્ટર મુકેશ છાબડા અને તેના નજીકના અન્ય લોકોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, સુશાંતનો મૃતદેહ 14 જૂનના રોજ તેમના મુંબઈ સ્થિત ઘરમાં લટકતી હાલતમાં મળી હતી. સુશાંતના અંતિમ સંસ્કાર પણ મુંબઈમાં જ કરવામાં આવ્યા હતા.