PM મોદીનું આ ટ્વિટ આમિર ખાન દ્વારા 'સિંગલ યૂઝ પ્લાસ્ટિક' ને બૈન કરવાને લઈને ઈનિશિયેટિવ સપોર્ટ કર્યા બાદ આવ્યું છે. તેમજ તેઓએ એ પણ ઉમેર્યું કે, આમિર ખાનનો સપોર્ટ બીજા અનેક લોકોને પણ આંદોલન માટે સક્રિય કરશે.
![mumbai](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/amir-tweet_2808newsroom_1566992744_707.jpg)
મોદીએ ટ્વિટમાં લખ્યું કે, આભાર આમિર ખાન, આંદોલનને તમારો સહકાર આપવા બદલ. તમારા પ્રેરણાદાયી શબ્દો અન્ય લોકોને પણ આ આંદોલનને મજબુત કરવા માટે સક્રિય કરશે.
![mumbai](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/modi-tweet_2808newsroom_1566992744_437.jpg)
મોદીએ પોતાના રેડિયો શૉ 'મન કી બાત' માં એક આંદોલન શરુ કરવાની પહેલ કરી હતી. મોદીના મિશનને સપોર્ટ કરવા મિસ્ટર પર્ફેક્શ્નિસ્ટ આમિર ખાને ટ્વિટ કર્યું હતું કે, સમ્માનીય PM @narendramodi ના સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો નાશ કરવા માટેના મિશનને સપોર્ટ કરવું જોઈએ. આ આપણા બધા પર છે કે, આપણે સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગ પરના રોકને નિશ્ચિત કરીએ.