બોલીવૂડ ગાયિકા નેહા કક્કડે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું, "બોલીવૂડના સંગીતકારો એમ વિચારે છે કે જો અમે સુપરહિટ ગીતો આપીશું તો અમને શો દ્વારા કમાણી થઇ જ જશે. મને મારા ગીતો દ્વારા શો તથા લાઇવ કોનસર્ટ્સમાં સારી કમાણી થાય છે. પરંતુ બોલિવૂડમાં અમને આ ગીતો માટે કોઇ ચૂકવણી કરવામાં આવતી નથી.
આદિત્યએ પણ આ વાતથી સંમત થતા જણાવ્યું કે, તેઓ જાણે ઉપકાર કરતા હોય તેમ અમને ગીત માટે બોલાવે છે, તેઓ અમને તક આપે એ ભગવાનનો આશીર્વાદ હોય તેવું જતાવે છે. મને કોઇપણ કામ મફતમાં કરવામાં વાંધો છે. ફક્ત સંગીત ઉદ્યોગ જ નહી, કોઇ પણ ઉદ્યોગમાં કલાકારોએ મફતમાં કામ ન કરવું જોઇએ.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
હવે એક નવી વાત સામે આવી છે કે 'તમને એક્સપોઝર મળશે'. શું આ એક્સપોઝર મને રોટલી આપશે? જ્યારે મારુ ઘર ચલાવવા માટે પૈસા ન હોય ત્યારે હું આ એક્સપોઝરનુ શું કરીશ? કૃપા કરીને શોષણ કરવાનું બંધ કરો.
મને લોકો એમ કહેતા હોય છે કે હું સુખી ઘરનો, ચાંદીના ચમચી સાથે જન્મેલો યુવાન છું, પણ આ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવતા મને 25 વર્ષ લાગી ગયા. મને હજી પણ એમ જ લાગે છે કે હું હજી શરૂઆત કરૂં છું. 31 વર્ષની ઉંમરે તો શરૂઆતનો અંત થાય છે.
ફક્ત એટલા માટે કે અમારે અમારી જરૂરિયાતો જાતે પૂર્ણ કરવાની છે તેનો અર્થ એ નથી કે તેઓ કંઈપણ કરશે. ઓછામાં ઓછા અમને એક ગીત માટે 1000 રૂપિયા તો આપો?
એવા ઘણા મુદ્દાઓ છે જેના નિરાકરણની મને આશા છે, બોલીવૂડમાં ગાયકોની આવનારી પેઢીને હું મારાથી શક્ય તમામ મદદ કરવાનો પ્રયાસ કરીશ.