હૈદરાબાદઃ પતિ વિકી કૌશલ સાથે ઈંદરોમાં ટાઈમ વિતાવી કેટરિના કૈફ મુંબઈ પરત (Photos of Katrina Kaif and vicky kaushal) ફરી છે. અભિનેત્રી સોમવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન કેટરીના એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. વિકી કૌશલ હાલ ઈંદરોમાં છે અને તેની આગામી ફિલ્મનું શૂટિંગ ત્યાં ચાલી રહ્યું છે. ઈંદરોથી મુંબઈ પરત ફરતી કેટરિનાની તસવીરોએ સોશિયલ મીડિયા (Social media Post) પર ધૂમ મચાવી દીધી છે.
કૈફની હૂડીની કિંમત આશરે 80 હજાર રૂપિયા
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી કેટરિના કૈફની તસવીરો અને વીડિયોમાં અભિનેત્રી ગુલાબી રંગની હૂડીમાં જોવા મળી રહી છે. તેણીએ બ્લેક જીન્સ અને બ્લેક સ્નીકર્સ સાથે જોડી બનાવી છે. કેટરિનાએ તેના વાળમાં ઉંચી પોનીટેલ બનાવી છે અને તેના ચહેરા પર માસ્ક પહેર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હૂડીની કિંમત આશરે 80 હજાર રૂપિયા છે.
બી-ટાઉનનું શ્રેષ્ઠ કપલ કેટવિકી
કેટરિના કૈફના આ લુક પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું, 'ધ ક્વીન ઈઝ બેક', જ્યારે અન્ય એક ફેને વિકી કૌશલ અને કેટરિના કૈફને બી-ટાઉનનું શ્રેષ્ઠ કપલ ગણાવ્યું છે.
કેટરિના કૈફ ફિલ્મ 'ટાઈગર 3'માં જોવા મળશે
કેટરિના કૈફના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરીના જલ્દી જ સલમાન ખાનની 'ટાઈગર 3'માં (Film tiger 3) જોવા મળશે. આ સિવાય તે આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા સાથે ફરહાન અખ્તરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'જી લે ઝરા'માં (Film Ji Le Zara) પણ જોવા મળશે. વિકી કૌશલ સાથે લગ્ન કર્યા બાદ કેટરીનાએ પહેલીવાર લોહરી અને મકરસંક્રાંતિનો તહેવાર ઈંદોરમાં ઉજવ્યો હતો. કપલની લોહરી સેલિબ્રેશનની તસવીરોએ સોશિયલ મીડિયા પર ઘણી ધમાલ મચાવી હતી.
આ પણ વાંચો:
Priyanka Chopra Photos: પ્રિયંકા ચોપરાના ફોટાએ મચાવી ધુમ, જુઓ તેની તસવીરો