મુંબઇઃ રણવીરસિંહે દીપિકા પાદુકોણ સાથેનો ફોટો શેર કરતાં લખ્યું કે, 'જ્યારે તે મારી આસપાસ હોય ત્યારે હું ખૂબ ખુશ રહું છું.!!! હોમ જિમ બડિઝ ...મંડે મોટીવેશન. રણવીરસિંહે જીમ કરતી વખતે આ ફોટો પોસ્ટ કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે, આ ફોટો અત્યાર સુધીમાં લગભગ 19 લાખ વખત જોવાયો છે. આ ફોટા પર ટિપ્પણી કરતાં દીપિકા પાદુકોણે લખ્યું છે કે, 'તમે મારા માટે સ્નેક્સ છો'.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, દીપિકા પાદુકોણની છેલ્લી ફિલ્મ છપાક હતી અને રણવીર સિંહ છેલ્લે 'ગલી બોય'માં જોવા મળ્યો હતો. હવે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ફરી એક વાર '83' માં જોવા મળશે. જેમાં રણવીર કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે અને દીપિકા પાદુકોણ તેની પત્નીનો રોલ નીભાવતી જોવા મળશે.